નવજીવન ન્યૂઝ. મુંબઈઃ બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાન (bollywood star shahrukh khan) ના પુત્રને જેલના સળિયા પાછળ ધકેલનારા NCBના પૂર્વ ઝોનલ અધિકારી સમીર વાનખેડે (sameer wankhede) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના કેસ સંબંધિત કથિત ભ્રષ્ટાચારના કેસમાં સમીર વાનખેડે સહિત અન્ય ત્રણ વિરૂદ્ધ CBIએ ફરિયાદ દાખલ કરી છે. આ કેસને લઈને CBIએ મુંબઈ, દિલ્હી, રાંચી (ઝારખંડ) અને કાનપુરમાં 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશનએ સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. NCBના વિજિલન્સ રિપોર્ટના ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટના આધારે CBIએ આ કેસ નોંધ્યો છે. સમીર વાનખેડેએ બે વર્ષ પહેલા કથિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાનની ધરપકડ કરી હતી. તે સમયે સમીર વાનખેડે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી હતા. આ કેસને લઈને CBIમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, સાથે જ CBIએ સમીર વાનખેડે અને અન્ય બે આરોપીઓના સ્થળો પર દરોડા પાડ્યા છે. દિલ્હી, મુંબઈ અને રાંચી સહિત 29 જગ્યાએ શોધ ચાલી રહી છે.
સમીર વાનખેડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ ચીફ હતા. ત્યારે તેમણે 2021માં શહેરના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા. આ કેસમાં આર્યન ખાને ચાર અઠવાડિયા જેલમાં વિતાવ્યા હતા. જોકે મે 2022માં “પર્યાપ્ત પુરાવાના અભાવે” એન્ટી-ડ્રગ્સ એજન્સી દ્વારા આર્યન ખાનને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. NCBએ સમીર વાનખેડે વિરુદ્ધ આર્યન ખાન કેસમાં વિજિલન્સ તપાસ હાથ ધરી હતી, જેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને પણ સુપરત કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સમીર વાનખેડે પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. વાનખેડે પર શાહરૂખ ખાનના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયા માગવાનો અને તેની પાસેથી 50 લાખ રૂપિયા લેવાનો આરોપ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796