નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ ટ્રેડ યુનિયનોએ બે દિવસ માટે ભારત બંધનું એલાન કર્યું છે. બેંક યુનિયનોએ આ ભારત બંધ અને હડતાલમાં જોડાવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે તેઓ જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અને બેંકિંગ એક્ટ, 2021 સામે વિરોધ કરશે. ભારતીય સ્ટેટ બેંકે ગ્રાહકોને જાણકારી આપી છે કે 28-29 માર્ચે બેંકિંગ સેવાઓ પ્રભાવિત રહેશે. જોઈન્ટ ફોરમ ઓફ સેન્ટ્રલ ટ્રેડ યુનિયને સરકારની નીતિઓને કર્મચારી વિરોધી ગણાવીને સોમવાર અને મંગળવારે દેશવ્યાપી હડતાળનું એલાન આપ્યું છે. ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને હડતાળનું સમર્થન કર્યું છે. આ કર્મચારીઓની સંસ્થાઓ ૨૨ માર્ચે મળી હતી. તમામ રાજ્યોમાં તેમની તૈયારીઓનો તાગ મેળવ્યા બાદ બે દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે.
કર્મચારી સંગઠનોનું કહેવું છે કે, તેઓ કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી, ખેડૂત વિરોધી, જનવિરોધી અને રાષ્ટ્રવિરોધી નીતિઓ વિરુદ્ધ હડતાળ કરી રહ્યા છે. જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ સામે બેંક યુનિયનો પોતાનો વિરોધ વ્યક્ત કરશે. સરકારે વર્ષ 2021ના બજેટમાં વધુ બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી.
બેન્કમાં આવા અનેક કર્મચારીઓ છે જે નિવૃત્ત થવાના છે, જો તેઓ હડતાળમાં જોડાશે તો તેમની સેવાકીય સુવિધાઓને કોઇ અસર નહીં થાય. કોલસા, સ્ટીલ, તેલ, દૂરસંચાર, ટપાલ વિભાગ અને વીમા સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ હડતાળમાં જોડાય તેવી શક્યતા છે. આ હડતાળને સફળ બનાવવા માટે રેલવે અને સંરક્ષણ વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓની સંસ્થાઓ મોટા પાયે ઝુંબેશ ચલાવી રહ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











