Monday, April 20, 2026
HomeGeneralઅમદાવાદ: બે વર્ષમાં હિટ એન્ડ રનના 204 કેસ, 110 લોકોએ જીવ ગુમાવ્યો...

અમદાવાદ: બે વર્ષમાં હિટ એન્ડ રનના 204 કેસ, 110 લોકોએ જીવ ગુમાવ્યો છતાં એકપણ વાહન જપ્ત નહીં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: અમદાવાદમાં છેલ્લા બે વર્ષના હિટ એન્ડ રન અંગે ચોંકાવનારી માહિતી સામે આવી છે. વિધાનસભામાં આપેલી માહિતી મુજબ અમદાવાદમાં વર્ષ 2020-21 દરમિયાન 204 હિટ એન્ડ રનના કેસ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં 110 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તેમ છતાં એકપણ વાહન જપ્ત કરવામાં આવ્યું નથી.



ગુજરાત વિધાનસભામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માહિત આપી હતી કે, અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં હિટ એન્ડ રનના કિસ્સા એક પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી અને એક પણ વાહન જપ્ત નથી કરવામાં આવ્યું. અમદાવાદ શહેરમાં 2020-21 દરમિયાન 204 હિટ એન્ડ રનના કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં છેલ્લા બે વર્ષમાં 106 હિટ એન્ડ રન કેસ નોંધાયા છે. જેમાં 99 લોકોએ જીવ ગુમાવ્યો છે.

અમદાવાદમાં વર્ષ 2019માં 2532 અકસ્માતની ઘટનાઓ બની હતી, જેમાં 2837 લોકોએ જીવ ગુમાવ્યો હતો. . 2020માં અકસ્માતની 2471 ઘટના બની હતી જેમાં 2728 લોકોએ જીવ ગુમાવ્યો હતો. 2021માં 3054 અકસ્માતની ઘટના બની હતી જેમાં 3362 લોકોનાં મૃત્યુ થયાં હતાં.



PART 3 : જે વાતની ગોપાલને બીક લાગતી હતી, પોલીસ અધિકારીએ તે જ વાત કરવાની શરૂ કરી

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular