Monday, April 20, 2026
HomeBusinessમકાઈમાં મંદિવાળા ફંડોનું હેમરિંગ ભાવ નવેમ્બર ૨૦૨૦ના તળિયે

મકાઈમાં મંદિવાળા ફંડોનું હેમરિંગ ભાવ નવેમ્બર ૨૦૨૦ના તળિયે

- Advertisement -

મંદીના ઓળીયા મોટાપાયે પકડીને બેસેલા સ્પેકયુલેટિવ ફંડો માને છે કે ભાવ હજુ ઘટવા જોઈએ

બ્રાઝિલનો બીજો મકાઇ પાક અંદાજ ૮૬૩ લાખ ટનથી વધારીને ૯૧૨ લાખ ટન મુકાયો

ઇબ્રાહિમ પટેલ ( (નવજીવન ન્યૂઝ. મુંબઈ): જગતભરના બજારોમાં ધરખમ મકાઇ (Corn) પુરવઠાએ વાયદા બજારને નીચે જવાની ફરજ પાડી છે. આ સપ્તાહે બાર્ગેન બાઈંગના ટેકે ભાવમાં થોડા સુધારા જોવા મળ્યા હતા, પણ તે તેજી માટે અપૂરતા હતા. ડોલર ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચી જતાં મકાઇ નિકાસ બજારમાં અમેરિકની (USA) સ્પર્ધાત્મકતા ઘટી ગઈ છે, દક્ષિણ અમેરિકાના (South Africa) પાકના સંયોગો ઉજળા બની રહ્યા છે. તેઓ બજારમાં ઉતરશે ત્યારે ભાવ ગળાકાપ હરીફાઈ જામશે. આ બધુ જાણતા મંદિવાળા ફંડોએ હેમરિંગ સાથે વધુ વેચવાલ બન્યા હતા. પરિણામે ગુરુવારે સીબીઓટી મકાઇ માર્ચ વાયદો ઘટીને નવેમ્બર ૨૦૨૦ પછીની નીચી સપાટીએ પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) ૪.૨૨ ડોલર બોલાયો હતો.

ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં મકાઇની ડિસેમ્બર સરેરાશ ૪.૭૪ ડોલર આવી છે. આખા મહિનાના સરેરાશ ભાવ આ વર્ષના મકાઇ પાકના ઈન્સ્યોરન્સ પ્રાઇસ નક્કી કરતાં હોય છે. આ વર્ષે મકાઈનાં ભાવ ૧૦ ટકા જેટલા ઘટી ગયા હોવા છતાં સ્પેકયુલેટિવ ફંડ માને છે કે ભાવ હજુ ઘટવા જોઈએ તેથી તેઓ મંદીના ઓળીયા મોટાપાયે પકડીને બેઠા છે. છેલ્લા બાવન સપ્તાહમાં ભાવ ૩૭ ટકાઘટયા હતા. કોમોડિટી બ્રોકર ફ્યુચર્સવન કહે છે કે ફંડ મેનેજરો અત્યારે એક જ ઘા એ ભાવ ઘટાડવાના મૂડમાં નથી, તેમના ઓળીયા વધારવા માટે હજુ ઘણા બધા ફંડામેન્ટલ્સ લાઇનમાં ઊભા છે.

- Advertisement -

સટ્ટોડિયાઓની નજર દક્ષિણ અમેરિકન પાકની આગાહીઓ પર મંડાયેલી છે, જે બજારને દિશાદોર આપશે. મંદિવાળા માને છે કે બજારમાં મોટો પુરાંતસ્ટોક પડ્યો છે, જે નવા નીચા ભાવને આધાર આપે છે. ક્રોપ એજન્સી એગરૂલ કહે છે કે બ્રાઝિલમાં બીજા મકાઇ પાક માટેનો વાવેતર વિસ્તાર વધ્યો છે, જે મંદિવાળાને નવો જોમ અને જુસ્સો પૂરા પાડે છે. છેલ્લા સતત છ સપ્તાહથી મંદિવાળા ફંડો વેચવાલ છે, તેમણે અમેરિકન ફ્યુચર્સ અને ઑપ્શનમાં તેમની મંદીની ઓળીયા પોઝિશન વધારીને ૨,૯૭,૭૪૪ કોન્ટ્રેક્ટ કરી છે. ૨૦૧૯માં આવા મંદીના ઓળીયા ૩,૨૨,૨૧૫ કોન્ટ્રેક્ટ નોંધાયા હતા, ત્યાર પછીના આ સૌથી વધુ છે.

ટ્રેડરો ઇથેનોલના ફંડામેન્ટલ્સ તથા આંતરપ્રવાહને પણ ધ્યાને લઈ રહ્યા છે. ગતવર્ષની તુલનાએ ઇથેનોલ ઉત્પાદન ૪ ટકા વધ્યું છે. તેઓ અમેરિકન વાવેતર આગહીના આંકડાની રાહ જોઈ રહ્યા છે. ગુરુવારે (આજે) અમેરિકન કૃષિ મંત્રાલયની ૧૦૦મી આઉટલૂક ફોરમની બેઠક શરૂ થવાં છે. તેમ વાવેતર અનુમાન, વર્ષાન્ત પુરાંત અને અન્ય આંકડાઓના અંદાજો ચર્ચાશે. ઘાણા એનાલિસ્ટો મને છે કે મકાઇ વાવેતર ૯૧૦થી ૯૨૦ લાખ એકર થશે.

યુક્રેનના કૃષિ મંત્રાલયના ૨૦૨૪ના સર્વેક્ષણ મુજબ, વર્ષાનું વર્ષ મકાઇ વાવેતર ૯ ટકા ઘટશે. ૨૦૨૩ના પાકની લણણી ૨૮૧.૫ લાખ ટન થઈ ગઈ છે, ૩.૨ લાખ હેક્ટરમાં ૨૦ લાખ ટન મકાઇ લણવાની બાકી છે. બ્રાઝિલિયન કૃષિ એજન્સી કોનાબએ ૨૦૨૩-૨૪ના મકાઇ પાકના જાન્યુઆરી અંદાજો ૧૧૭૬ લાખ ટનથી ઘટાડીને ૧૧૩૭ લાખ ટન કર્યા છે, પણ બ્રાઝિલનો બીજો મકાઇ પાક અંદાજ ૮૬૩ લાખ ટનથી વધારીને ૯૧૨ લાખ ટન મૂક્યો હતો. ૨૦૨૩માં વિક્રમ પાક લાણીને વિશ્વના સૌથી મોટા નિકાસકારનું સ્થાન અમેરિકા પાસેથી બ્રાઝિલે આંચકી લીધું હતું.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular