Friday, November 8, 2024
HomeNationalPM મોદીએ નહી શાહરૂખ ખાને 8 પૂર્વ સૈનિકોને છોડાવ્યા છે, સુબ્રમણ્યમ સ્વામીનો...

PM મોદીએ નહી શાહરૂખ ખાને 8 પૂર્વ સૈનિકોને છોડાવ્યા છે, સુબ્રમણ્યમ સ્વામીનો ચોંકાવનારો દાવો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ (Subramanian Swamy) ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) પર નિસાન સાધતા કહ્યું કે, “મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને (Shah Rukh Khan) કતાર લઈ જવો જોઈએ”

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ UAE અને કતર મુલાકાતને લઈ ટ્ટવિટ કર્યું હતુ. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, “આગામી બે દિવસમાં, હુ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે UAE અને કતારની મુલાકાતે જઈ રહ્યો છું.જે આ બંન્ને દેશો સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે.”

- Advertisement -

કતારથી પૂર્વ સૈનિકોને છોડાવવાની ક્રેડિટ શાહરૂખ ખાનને જાય છે.

પ્રધાનમંત્રી મોદીના ટ્ટવિટ બાદ સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું કે, “મોદીએ સિનેમા સ્ટાર શાહરૂખ ખાનને તેમની સાથે કતાર લઈ જવા જોઈએ કારણ કે MEA અને NSA કતારના શેખને સમજાવવામાં નિષ્ફળ ગયા હતા. મોદીએ ખાનને દરમિયાનગીરી કરવા વિનંતી કરી, અને આ રીતે કતાર પાસેથી 8 પૂર્વ નૌસૈનિકોને છોડાવવામાં મદદ મળી હતી. શેખે આખરે દેશના નૌકાદળના પૂર્વ અધિકારીઓને મુક્ત કર્યા હતા.

સ્વામીનો મોદી સરકાર નિષ્ફળ રહી હોવાનો દાવો

મોદી સરકારના તમામ વિભાગ પૂર્વ સૈનિકોને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો દાવો કર્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ લખ્યું હતુ કે, મોદીએ સિનેમા સ્ટાર શાહરુખ ખાનને તેમની સાથે કતાર લઈ જવા જોઈએ. કારણ કે MEA અને NSA કતારના શેખને સમજાવવામાં નિષ્ફળ ગયા હતા. મોદીએ ખાનને દરમિયાનગીરી કરવા વિનંતી કરવી પડી હતી. આ રીતે નૌકાદળના અધિકારીઓને મુક્ત કરવા માટે કતારના શેખ પાસેથી ખર્ચાળ સમાધાન મેળવવામાં સફળતા મળી હતી. જેનું સંપુર્ણ શ્રેય માત્ર શાહરૂખ ખાનને જાય છે.

- Advertisement -

કતારે આગાઉ 8 પૂર્વ ભારતીય નૌકાદળ પૂર્વ અધિકારીઓને મુક્ત કર્યા હતા.સોમવારે, કતારની કોર્ટે તેની કસ્ટડીમાં તમામ આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કર્યા હતા. આ પૂર્વ સૈનિકોની મુક્તિ પછી, MEA એ જણાવ્યું, “ભારત સરકાર દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિને આવકારે છે. જેમને કતારમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. તેમાંથી આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે કતાર રાજ્યના અમીર દ્વારા આ નાગરિકોની મુક્તિ અને વતન આવવાને સક્ષમ કરવાના નિર્ણયની પ્રશંસા કરીએ છીએ.

અગાઉ, કતાર અને ભારત વચ્ચે રાજદ્વારી વાટાઘાટો બાદ જેલમાં બંધ ભારતીય નૌકાદળના નિવૃત્ત સૈનિકોની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં પરિવર્તિત કરવામાં આવી હતી.

સુબ્રમણ્યમ સ્વામી વારંવાર મોદી સરકારની આર્થીક નીતિઓ પર પ્રહાર કરતા રહે છે. ત્યારે ફરી એક વખત તેમણે PM મોદી પર પ્રહાર કર્યા હતા.સ્વામી ભાજપના દીગ્ગજ નેતા છે ત્યારે સરકાર જેને પોતાની સફળતા ગણાવી રહી છે તેની ક્રેડીટ પોતાના જ નેતા દ્વારા અન્ય કોઈને આપવામાં આવતા સરકાર પોતે અસહજ સ્થિતિમાં મુકાઈ છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular