Monday, June 29, 2026
HomeGujaratઅલવા ડમ્પિંગ સાઈટ વિવાદ: કોરોના અંગે જાહેરનામું લાગુ હોવાથી 28 જાન્યુઆરીએ થનારી...

અલવા ડમ્પિંગ સાઈટ વિવાદ: કોરોના અંગે જાહેરનામું લાગુ હોવાથી 28 જાન્યુઆરીએ થનારી લોક સુનવણી મુલવતી રાખી, લોકોમાં આનંદ

- Advertisement -

નવજીવન. બાયડઃ બાયડ તાલુકાના અલવા ગામની સીમમાં સૂચિત કેમિકલ ડમ્પિંગ સાઈટ સામે વિરોધ ઉગ્ર બની રહ્યો છે. જે અંતર્ગત ૨૮ જાન્યુઆરીએ લોક સુનાવણી રાખવામાં આવતા જેમાં મોટી સંખ્યામાં લોકો વિરોધ કરવા એકઠા થવાનો ભય પેદા થતા આખરે જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા જાહેનામુ અમલમાં હોવાથી જીલ્લા કલેકટર ર્ડો.નરેન્દ્ર મીણાની અધ્યક્ષ સ્થાને યોજાનાર લોક સુનવણી બંધ રાખવામાં આવી છે. ઝેરી કેમિકલ ડમ્પિંગ સાઈટની લોક સુનવણી બંધ રહેતા ડમ્પિંગ સાઈટનો વિરોધ કરનાર ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ છવાયો હતો.



બાયડ તાલુકાના અલવા ગામની હદમાં નવરત્ન સ્ટોન ઈન્ડસ્ટ્રીઝની સર્વે નં. ૧૨૫/૧, ૧૨૫/૨, ૧૨૫/૩ની જમીનમાં મેસર્સ નરોડા એન્વાયારી પ્રોજેક્ટ લિમિટેડ કંપનીએ કેમિકલ ડમ્પિંગ સાઈટ બનાવવાનો નિર્ણય કર્યો છે. આ જોખમી સાઈટથી આ વિસ્તારના ખેડૂતો, પશુ-પંખીઓ અને વાત્રક નદીને ભારે નુકસાન થવાની ભીતિ પેદા થતા અલવા ગામ સહિત આજુબાજુના ૭૦ ગામડાઓમાં આ ડમ્પિંગ સાઈટ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો હોવાની સાથે ડમ્પિંગ સાઈટ હટાવવા માટે પત્રિકાઓ વહેંચણી કરવામાં આવી હોવાની સાથે જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ઉપરાંત બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા દ્વારા જોખમી પ્રોજેક્ટના સમર્થનમાં આગામી તા. ૨૮મી જાન્યુઆરીએ યોજાનારી લોક સુનાવણી રદ કરવા માટે ગુજરાત પ્રદુષણ કંટ્રોલ બોર્ડમાં રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ડમ્પિંગ સાઈટ સામે ઉઠેલા ઉગ્ર વિરોધને પગલે લોક સુનવણીમાં જીલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ ન થાય તે માટે હાલ પૂરતી લોક સુનવણી બંધ રાખવામાં આવી છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular