Friday, December 1, 2023
HomeGujaratVadodaraSRP જવાનનો સર્વિસ રિવોલ્વોરથી આપઘાત, બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું અનુમાન

SRP જવાનનો સર્વિસ રિવોલ્વોરથી આપઘાત, બીમારીથી કંટાળી આપઘાત કર્યાનું અનુમાન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.વડોદરા: Vadodara News : જીવન અનેક સંઘર્ષોનો એક સમૂહ છે. વ્યક્તિ જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરતો હોય છે. પારિવારિક, આર્થિક તેમજ શારિરીક મુશ્કેલી સામે માણસ જ્યારે હામ ખોઈ બેસે છે ત્યારે જીવનના સંઘર્ષોથી મુક્ત થવા પોતાની જીવનલીલા સંકેલી લે છે. આવી જ એક ઘટના વડોદરામાં (Vadodara) SRP જવાન દ્વારા પોતાની સર્વિસ રિવોલ્વોરથી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ નર્મદા જિલ્લાના ટીલાકવાળા તાલુકાના ફતેપુરા ગામના રહેવાસી પ્રવીણભાઈ બારીયા છેલ્લા 28 વર્ષથી SRPમાં ફરજ બજાવે છે. હાલમાં પ્રવીણભાઈ બારીયાની ફરજ વડોદરામાં લાલબાગ ખાતે આવેલ SRP કેમ્પસમાં હતી. તે દરમિયાન તેઓએ અચાનક પોતાની સર્વિસ રાયફલ વડે આપઘાત કરી લેવાની માહિતી મળી રહી છે. SRP જવાને કયા કારણોસર આત્મહત્યા કરી છે તેનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી પરંતુ પરિવારજનોના જણાવ્યા મુજબ, પ્રવીણભાઈ છેલ્લા 14 વર્ષથી કોઈક બીમારીથી પીડાઈ રહ્યા હતા. જેના કારણે લાંબા ગાળાની બીમારીથી કંટાળી તેઓએ આ પ્રકારનું પગલું ભર્યું હોય તેમ લાગી રહ્યું છે. જો કે, પોલીસે પ્રવીણભાઈના મૃતદેહને પોસ્ટ મોટમ માટે વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. તેમજ આપઘાત કરવા પાછળ બીજું કોઈ કારણ જવાબદાર હોય તે અંગેની તપાસ હાથ ધરી છે. પ્રવીણભાઈને પરિવારમાં ત્રણ સંતાનો તેમજ પત્ની છે. પ્રવીણભાઈના આપઘાતથી પરિવાર નોંધારો થઈ ગયો છે કારણ કે, પ્રવીણભાઈ પરિવારના એકમાત્ર જવાબદાર અને કમાનાર વ્યક્તિ હતા.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular