Saturday, August 15, 2026
HomeGujaratયાદ પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ ! શંકર ચૌધરીનું નિવેદન ફરી...

યાદ પણ રાખીશ અને હિસાબ પણ રાખીશ ! શંકર ચૌધરીનું નિવેદન ફરી ચર્ચામાં

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય બાદ બનાસકાંઠાના(Banaskantha) દિગ્ગજ નેતા શંકર ચૌધરી(Shankar Chaudhary) વિધાનસભાના સ્પીકરના પદે આરૂઢ થયા છે. જીત બાદ તેમણે બનાસકાંઠાના થરાદ( Tharad) તાલુકાના દુધવા ગામ(Dudhva Village) ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તેમણે આપેલા વકતવ્યમાં તેઓ આવારાતત્વોને ચેતવણી આપતા જોવા મળ્યા હતા.

ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીએ દુધવા ગામ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં તેમણે કાયદાની વાત કરતા કહ્યું હતું કે, કોઈ આગેવાનથી કાર્યકરો કે પ્રજાને મુશ્કેલી પડશે તો કાયદો કાયદાનું કામ કરશે. અસામાજિક તત્વોને શાનમાં સમજાવતા તેમણે કહ્યું હતું કે, આ વાત મારે કહેવી પડે એટલે કહું છું, સ્વભાવ અને ઈતિહાસ બધાએ જોઈ અને સમજી લેવો પડશે. જે પ્રેમની લાગણી રાખશે તેના માટે ચાર વખત નમવાની તૈયારી છે. પણ દાંડાઈ હશે તો જેવુ વર્તન તેવો જ જવાબ કાયદો આપશે. આથી જે લોકો નથી સમજતા તેઓ સમજીને આગળ વધે.

- Advertisement -

શંકર ચૌધરીએ આ કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે, કોઈ ખોટા અખતરા ન કરે, માખી કરડે તો તેનું પરિણામ આખા મધપૂડાને ભોગવવું પડે છે. હું તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું પણ, દુધવા ગામમાં આ કહેવું પડે તેમ લાગતા કહી રહ્યો છું અને ધ્યાન રાખી જરૂર પડ્યે હિસાબ પણ રાખીશ. મહત્વની વાત છે કે શંકર ચૌધરીની આ ગર્ભિત ધમકી બાદ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. કોઈ તેને રાજકીય પ્રતિદ્વંદીઓ સાથે જોડે છે તો કોઈ અસામાજિક તત્વો સાથે જોડે છે.

મહત્વની વાત છે કે, ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ શંકર ચૌધરી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહ્યા હતા. જેમાં તેમણે જાહેર સભામાં કહ્યું હતું કે, હું સાવ નમાલો માણસ નથી, ભાઈ બંધી રાખવા જેવો માણસ છું, ભાઈ બંધી રાખશો તો અડધી રાતનો હોંકારો થઈશ તેવી ખાતરી આપું છું. સાથે જ તેમણે કહ્યું હતું કે, મહેસાણામાં કે ક્યાંય પણ જશો પોલીસ તમારું વાહન રોકશે તો પોલીસવાળા રોકે અને પુછે કે ક્યાંથી આવો છો અને, તમે કહેશો કે શંકરભાઈને ત્યાંથી આવું છું તો તે સેલ્યુટ મારીને જવા દેશે. મારે તમામ નાગરિકોને એવું ગૌરવ અપાવવું છે કે માત્ર મારો ફોટો સ્ટેટસમાં હોય તો કોઈ પોલીસવાળો તમને રોકશે નહીં હું વાવમાં ન હોય તો પણ નામથી કામ થઈ જાય છે તેમ હું ન હોય તો પણ કામ થવા જોઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular