Sunday, May 24, 2026
HomeGeneralબનાસકાંઠા: વરઘોડો કાઢવા બાબતે બે જુથ વચ્ચે પથ્થરમારો, બંદોબસ્તમાં ગયેલા 3 પોલીસકર્મી...

બનાસકાંઠા: વરઘોડો કાઢવા બાબતે બે જુથ વચ્ચે પથ્થરમારો, બંદોબસ્તમાં ગયેલા 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: ગુજરાતમાં લગ્નની સિઝન ચાલી રહી છે. તો બીજી બાજુ લગ્ન પ્રસંગમાં મારામારીના બનાવમાં વધારો થઈ રહ્યો છે. બનાસકાંઠામાં વરઘોડો કાઢવા બાબતે બે અલગ-અલગ સમાજ વચ્ચે માથાકૂટ થતાં મામલો ઉગ્ર બન્યો હતો. વરઘોડાના બંદોબસ્ત માટે આવેલી પોલીસની પણ કોઈ બીક વગર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બનાવમાં જાનૈયા સાહિત પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.




માહિતી અનુસાર, બનાસકાંઠાના ડીસાના કૂંપટ ગામે વરઘોડો કાઢવા મામલે બે જૂથો વચ્ચે માથાકૂટ થઈ હતી. કૂંપટ ગામે ઠાકોર સમાજના યુવકના હોવાથી વરઘોડો કાઢવા કાઢવાનો હતો. પરંતુ લગ્નમાં દરબાર સમાજના લોકોએ વરઘોડો કાઢવાની ના પાડી હતી. યુવકે વરઘોડો કાઢતા બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જેના પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી બંને સમાજના લોકોને સમજાવવાના પ્રયાસો કરી રહી હતી. તે દરમિયાન દરબાર સમાજના ટોળાએ અચાનક પથ્થરમારો કરી હુમલો કરી દીધો હતો.

- Advertisement -

પથ્થરમારાના હુમલા પોલીસની ગાડીઓના કાચ તૂટ્યા હતા અને 15 જેટલા લોકો ઘાયલ થાય હતા. ઉપરાંત બંદોબસ્ત માટે આવેલા દાંતીવાડા પી.એસ.આઇ અને બે પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસકર્મીને ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને અને ઘાયલ જાનૈયાઓને તાત્કાલિક ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પોલીસ પર હુમલો થયાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. હુમલાના બનાવ અંગે બનાસકાંઠા પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી છે અને બાકીના લોકોની શોધખોળ શરૂ કરી અટકાયતની પ્રક્રિયા હાથ ધરી છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular