Tuesday, March 17, 2026
HomeGujarat31 લાખ પેકેટ પ્રસાદી વહેચાઈ ગયા બાદ અંબાજી મંદિરના મોહનથાળમાં ભેળસેળવાળું ઘી...

31 લાખ પેકેટ પ્રસાદી વહેચાઈ ગયા બાદ અંબાજી મંદિરના મોહનથાળમાં ભેળસેળવાળું ઘી વપરાયાનો ઘટસ્ફોટ,મોહિની કેટરર્સ બ્લેક લિસ્ટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અંબાજી: Ambaji News: આરાસુર શક્તિપીઠ અંબાજી ગુજરાતની સુપ્રસિદ્ધ યાત્રાધામ છે. હજારો લાખો ભકતો અંબાજી મંદિરે (Ambaji Temple) દર્શન કરવા આવે છે. એમાં પણ ખાસ કરીને જ્યારે ભાદરવી પૂનમ આવતી હોય ત્યારે અંબાજી આરાસુર મંદિર ભકતોથી ઉભરાઈ જાય છે. અંબાજી મંદિરની એક ખાસિયત તેના મોહનથાળ પ્રસાદની પણ રહેલી છે. મંદિરના મોહનથાળનો પ્રસાદ (Mohanthal Prasad) ભક્તોને ખૂબ જ પ્રિય છે ત્યારે અગાઉ આરાસુર ટ્રસ્ટ દ્વારા મોહનથાળના પ્રસાદને લઈ એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, મોહનથાળની જગ્યાએ હવે ચીકકીની પ્રસાદી આપવામાં આવશે. આરાસુર ટ્રસ્ટે કરેલા આ નિર્ણયનો ભક્તો દ્વારા જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો અને અંતે આરાસુર ટ્રસ્ટે પોતાનો નિર્ણય પરત લેવાની ફરજ પડી હતી. હવે જ્યારે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવે છે ત્યારે મોહનથાળ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું ઘી ભેળસેળયુક્ત હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મોહનથાળ અંબાજી મંદિરનો પર્યાય બની ગયો છે. હાલ જ ભાદરવી પૂનમને લઈ લાખો લોકો અંબાજી મંદિરમાં દર્શન માટે આવ્યા હતા. દર્શને આવેલા લોકો અંબાજીમાંથી મોહનથાળનો પ્રસાદ અચૂક લેતી હોય છે. ભાદરવી પૂનમે દર્શન કરવા આવેલા ભક્તોને 31 લાખ પેકેટ મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પણ મોહનથાળ બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલું ઘી શુદ્ધ હતું કે નહીં તે બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો રિપોર્ટ આવતા ચોંકાવનારો ખુલાસો થયો છે, સેમ્પલ માટે લેવામાં આવેલું ઘી ભેળસેળયુક્ત હોવાનો રિપોર્ટ સાને આવ્યો છે. ઘીમાં ભેળસેળ હોવાનું સામે આવતા 3000 કિલો ઘી એટલે કે 180 ડબ્બા ઘી ડ્રગ એન્ડ ફૂડ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.

- Advertisement -

વર્ષોથી મોહિની કેટરર્સ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવે છે. ડ્રગ એન્ડ ફૂડના રિપોર્ટને પગલે કલેક્ટર દ્વારા મોહિની કેટરરસને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular