Saturday, May 23, 2026
HomeGujaratRajkotક્રિકેટ સટ્ટામાં દેવુ થતાં લાખોની લૂંટનો પ્લાન બનાવ્યો, બગોદરામાં ચોરીનો ભેદ ઉકેલાયો

ક્રિકેટ સટ્ટામાં દેવુ થતાં લાખોની લૂંટનો પ્લાન બનાવ્યો, બગોદરામાં ચોરીનો ભેદ ઉકેલાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Bagodara Robbery Case: બગોદરામાં થોડા દિવસ પહેલા સોના-ચાંદીના દાગીના સહીત લાખો રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો. જેમા જ્વેલર્સના માલિકે ચોરીની ફરિયાદ બગોદરા પોલીસ સ્ટેશનમાં (Bagodara Police Station) કરતાં ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીને દબોચી પાડ્યા છે. જોકે આરોપી બીજુ કોઈ નહીં પરંતું જ્વેલર્સની દુકાનમાં કામ કરતાં કર્મચારીઓ જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓને ક્રિકેટના સટ્ટામાં (Cricket Betting) દેવું થઈ જતા ચોરીનો પ્લાન (Loot Plan) બનાવ્યો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, રાજકોટમાં (Rajkot) રહેતા ધીરૂભાઈ નડિયાપરા બગોદરામાં જ્વેલર્સની દુકાન ધરાવે છે અને એમ. કે. ઓર્નામેન્ટની પેઢી ધરાવે છે. સાથે જ આગ્રામાં પણ મહાકાળી જવેલર્સની દુકાન ધરાવે છે. થોડા દિવસ અગાઉ તેમની જ્વેલર્સની દુકાનમાં ચોરી થતાં આ બનાવ અંગેની પોલીસ ફરિયાદ બગોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોલીસે ફરિયાદની તપાસ કરતાં બે આરોપીને મુંબઈથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ગત 5 મેના રોજ આગ્રાથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ કુલ મળીને રૂપિયા 60 લાખ લાખની મત્તા લઈને પેઢીમાં કામ કરતો સુનિલ ત્રિવેદી રાજકોટ આવવા માટે નીકળ્યો હતો.

- Advertisement -

આગ્રાથી રાજકોટ આવતી વખતે સુનિલની સાથે ડ્રાઈવર સરફરાજ પણ હતો. સુનિલે બનાવેલા લુંટના પ્લાન મુજબ તેઓ બગોદરા પાસે પહોંચતા જ સોના-ચાંદી અને રોકડ ભરેલી બેગ લઈને કારમાંથી ઊતરી ગયો હતો અને સરફરાજને રાજકોટ પહોંચી જવા કહ્યું હતું. જ્યારે સુનિલ તેના માલિક સાથે બીજી ગાડીમાં આવશે તેમ જણાવીને સરફરાજને મોકલી દીધો હતો. ત્યારબાદ સુનિલે તેના ભાણેજ જમાઈ જોગેન ત્રિવેદીને બગોદરા બોલાવીને બંને લોકો ફરાર થઈ ગયા હતા.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, બંને આરોપીઓ સંબંધમાં મામાજી સસરા અને ભાણેજ જમાઈ થાય છે. બંનેને ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો. લૂંટ કર્યા બાદ સુનિલ મોજશોખ કરવા માટે મુંબઈ જતા રહ્યો હતો. જ્યાં બારમાં અને દારૂ પીવામાં એક જ અઠવાડિયામાં સુનિલે રૂપિયા 10 લાખ ઉડાવી દીધા હતા. હાલ પોલીસે બંનેને ઝડપીને રૂપિયા 39 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular