નવજીવન ન્યૂઝ. વાકાંનેર: ગુજરાતમાં દારૂબંધી તો છે, પણ માત્ર કાગળ પર. રોજ ગુજરાતનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં દારૂને લગતા અનેક ગુના નોંધાય છે, જેમાં લખો રૂપિયાના દારૂથી લઈને દારૂ પીને ફરતા લોકો પકડાયા હોવાના ગુના નોંધાય છે. તેમાં પણ ગામડાઓમાં તો દેશી દારૂનું અધધ વેચાણ થાય છે. મોરબી (Morbi) જિલ્લાના વાંકાનેર તાલુકામાં (Wankaner) પણ આવી જ રીતે દેશી દારૂનું વેચાણ (Liquor Smuggling) કરતી એક મહિલાને મોરબી LCBની ટીમે ઝડપી પાડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી LCBની ટીમ વાકાંનેર હાઈવેથી વરમોરા કારખાના પાસે રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન LCBની ટીમને બાતમી મળી હતી કે, એક મહિલા વરમોરા સીરામીક કારખાના સામે માટીના ઢગલામાં દેશી દારૂનો જથ્થો સંતાડી વેચાણ કરી રહી છે. જે બાતમીના અધારે LCBની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડા કર્યા ત્યારે એક મહિલા માટીના ઢગલામાં દેશી દારૂ સંતાડીને વેચી રહી હતી.
ટોર્ચ વડે અજવાળું કરી આસપાસ જોતા તેના પાસેથી એક પોટલામાં દેશી દારૂ ભરેલી 105 જેટલી કોથળી મળી આવી હતી. મોરબી LCBએ મહિલાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેનું નામ માનુબેન વાઘેલા હોવાનું સામે આવ્યું હતું અને તે સુરેન્દ્રનગરના કાનપુર ગામની રહેવાસી છે, મજૂરી કામ કરે છે. પણ થોડા દિવસથી તેણે દેશી દારૂના વેચાણની શરૂઆત કરી હતી. ગેરકાયદેસર દેશીદારૂ વેચાણ કરતા મહિલા પાસેથી 200 મિલી દેશી દારૂ ભરેલી કોથળીઓ 21 લીટર જેની કિંમત 420 રૂપિયા થાય છે. તેમજ આરોપી સામે પ્રોહિબિશન કલમ 65-ઈ મુજબ ગુનો નોંધી વાકાંનેર તાલુકા પોલીસને સોંપી દીધી હતી.
TAG: Morbi News Today Update
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








