કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કમાલ ખાનનું 14 જાન્યુઆરી 2022ના રોજ અવસાન થયું. તેઓ છેલ્લા ત્રણ દાયકાથી એનડીટીવી માટે રીપોર્ટિંગ કરતા રહ્યા. કમાલની (Kamal Khan) રીપોર્ટિંગનો વિષય, ભાષા, બોલવાની શૈલી તેમાં આવતાં સાહિત્યિક સંદર્ભથી કમાલનું રીપોર્ટિંગ ભર્યુંભર્યું રહેતું. કેટલાંક વિષયને કમાલ ખાન એ રીતે સ્પર્શ્યા કે તે પત્રકારત્વની મિસાલ બની રહેશે, તેમાં એક અયોધ્યા છે. કમાલ ખાને અયોધ્યાનું સમયાંતરે રીપોર્ટિંગ કર્યું. અયોધ્યાની (Ayodhya) છેલ્લા વર્ષોમાં જે છબિ છે તેનાથી અલગ અયોધ્યા કમાલ તેમના રીપોર્ટિંગમાં બતાવી શક્યા છે. કમાલદૃષ્ટિથી અયોધ્યા જો આપણે સૌ જોઈ શકીએ તો અયોધ્યા વિવાદનો પણ અંત આવી જાય.

2018માં 8 ડિસેમ્બરના રોજ પ્રકાશિત થયેલી તેમની રિપોર્ટ : ‘અયોધ્યા : મર્મ કોઈ નહીં જાના’. આ રિપોર્ટની શરૂઆત કમાલ ખાન ગોસ્વામી તુલસીદાસ લિખિત રામચરીતમાનસની એક ચૌપાઈ ટાંકીને કરે છે : ‘’રામ રાજ બૈઠે ત્રૈલોકા, હરષિત ભએ ગએ સબ સોકા. બયરુ ન કર કાહૂ સન કોઈ, રામ પ્રતાપ વિષમતા ખોઈ’ આનો ભાવાર્થ પછી કમાલ કહે છે : “રામ અયોધ્યા કે રાજા બને તો તીનોં લોક ખુશ હો ગયા. દુશ્મની દોસ્તી મેં બદલ ગઈ. ભેદભાવ મીટ ગયે.” રાજકીય નેતાઓએ અયોધ્યાની ઓળખ દ્વંદ કરવાના સ્થળ તરીકેની બનાવી દીધી છે, પણ કમાલ ખાન કહે છે કે, “અયોધ્યા કા મતલબ હૈ જિસકે સાથ યુદ્ધ ન કિયા જા સકે, લેકિન અયોધ્યા હમેશા યુદ્ધ મેં નજર આતી હૈ. અયોધ્યા કા નામ આતે હી જહન મેં એક તસવીર ઉભરતી હૈ. ઉન્માદ મેં ગુંબદો પર સવાર કારસેવક, લહરાતે ભગવે ઝંડે ઔર સડકો પર જય શ્રી રામ કે યુદ્ધઘોષ કરતા હૂજુમ. લેકિન અયોધ્યા ઐસી નહીં. યે અયોધ્યા કી કિસ એક દિન કી તસવીર હો સકતી હૈ. લેકિન અયોધ્યા કે સારે દિન ઐસે નહીં હોતે હૈ. હાલાંકી, અયોધ્યા વૈસી ભી નહીં હૈ જૈસા રામચરિતમાનસ કે ઉતરકાન્ડ મેં તુલસીદાસજી બતાતે હૈ. લેકિન ત્રેતા કે રામ કા કુછ અસર કલિયુગ મેં ભી અયોધ્યા પર હોતા હી હોગા. ભલે હીં અયોધ્યા કા મજબહી નફરતોં કા બહોત પ્રચાર હો, લેકિન સચ બાત તો યે હૈ કી અયોધ્યા કી દિલ મેં તમામ મઝબહો કે લિએ બેઇંતહા જગહ હૈ.”

કમાલના શબ્દોમાં ઉતરેલી આ અયોધ્યા એમ કંઈ સહજતાથી આવતી નથી. તે માટે તેમના જ સહયોગી પત્રકાર રવિશકુમાર લખે છે : “હવે કોઈ બીજો કમાલ ખાન નહીં થાય. કારણ કે જે પ્રક્રિયામાંથી તે પસાર થઈને કમાલ ખાન બને છે તેના પુનરાવર્તનની નૈતિક શક્તિ દેશે ગુમાવી દીધી છે. આ માટીમાં હવે એટલાં કમજોર લોકો છે કે તેમની કરોડરજ્જુમાં એવો દમ નથી કે તેઓ પોતાની સંસ્થામાં કમાલ ખાન પેદા કરી શકે. નહીંતર કમાલ ખાનના ભાષા પર દરેક ચેનલ જે રીતે પ્રશંસા કરવામાં આવતી તો તે ચેનલમાં કોઈ કમાલ ખાન જરૂર હોત.” કમાલ ખાન અને રવિશકુમાર જે રીતે હિંદીમાં લખે છે તેનો અનુવાદ કરવાથી તેની તીવ્રતા મારી જાય છે એટલે ઘણી વખત આવા લેખમાં તેમની ભાષા જસની તસ ગુજરાતી લિપિમાં લખવાનું વધુ યોગ્ય લાગે છે.

રવિશે કહ્યું તેમ એક પ્રક્રિયામાંથી પસાર થઈને કમાલ બને છે, અને આ પ્રક્રિયા તેમના અયોધ્યાના રિપોર્ટીંગમાં જોઈ શકાય છે. આગળ તેમના અયોધ્યાના રિપોર્ટના વિડિયોમાં એક એવું અયોધ્યા કમાલ દર્શાવી રહ્યા છે જ્યાં જનજીવન સામાન્ય છે, બજાર ધમધમી રહ્યા છે, માર્ગ પર વાહનવ્યવહાર અન્ય શહેરોની જેમ છે, મંદિરોની ચહલપહલ સામાન્ય છે. અયોધ્યા વિશેય કશુંય અસામાન્ય દાખવવાનો કમાલ પ્રયાસ નથી કર્યો. આવું અયોધ્યા દાખવીને ફરી કમાલ તેમની અદામાં કેમેરા સામે આવે છે. કેમેરામાં તેમની ફ્રેમમાં પાછળ રામની મોટી મૂર્તિ છે. કમાલ તેમના પીસ ટુ કેમેરા[પીટુસી]માં કહે છે : “ગોસ્વામી તુલસીદાસ ને રામરાજ કા ઝિક્ર કરતે હુએ લિખા હૈ, સબ નર કરહિં પરસ્પર પ્રીતિ, ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતિ. રામ કે રાજ મૈં હરકોઈ એક દૂસરે સે પ્રેમ કરતા થા. હર કોઈ અપને –અપને ધર્મ કા પાલન કરતા થા. અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા કે અંદર કલિયુગ મેં ભી ઉસકે બહોંત સે અંશ થે, જો યહા સુંદરભવન કે અંદર મંદિર કે મેનેજર થે ઔર મંદિર મૈં ભગવાન કે ભોજ, ઉનકે વસ્ત્ર ઔર આરતી કા પ્રબંધ કરતે થે.” તે પછી કમાલ ખાન મુન્નુમિંયા કેવી રીતે આ મંદિરના મેનેજર બન્યા તેની પૂરી કહાની બયાં કરે છે. મુન્નુમિયાં સ્ક્રીન પર નમાઝ પઢે છે ત્યારે બેકગ્રાઉન્ડમાં કમાલ કહે છે : “અયોધ્યા કે મુસલમાન મુન્નુમિંયા સન 1949 મેં સુંદરભવન મંદિર કે મેનેજર બને. અપને મજહબ કો માનતે, પાંચ વક્ત નમાઝ પઢતે, લેકિન આઠ પહોર બુતોં[મૂર્તિપૂજકો] કી સોબત મેં રહતે. પેદા ઉસ મજહબ મેં હુએ જહાં બુતપરસ્તી મનાં થી, લેકિન ઉન્હેં રોજી બુતોં સે હી મિલતી. ઔર જાહિર હૈ કી યે રોઝી ભી તો ખુદાને હી દી થી. વો અપની ઇબાદતોં મેં ખુદા સે દુઆ માંગતે હૈ કી તું રોઝી દેનેવાલા હૈ તુ રોઝી કો કાયમ રખના.” મુન્નુમિંયાનું નામ સાબિર હુસૈન છે અને પછી તેઓ કેવી રીતે મંદિરના મેનેજરની જવાબદારી સંભાળે છે અને ભાગે આવતા કામ કેવી રીતે કરે છે તે પણ કહે છે કે, મંદિરમાં પૂજા થતી હોય અને પૂજારી સિવાય કોઈ ન હોય તો આરતી દરમિયાન મંદિરમાં ઘંટ વગાડવાનું કામ પણ તેઓ કરે છે. આ બાબતે કોઈ પણ કોમે તેમનો વિરોધ ન કર્યો. કેમેરામાં મુન્નુમિંયાનો ચાલતાં-ચાલતાં જઈ રહ્યાં છે તે શૉટ ચાલે છે અને ફરી કમાલ તેમના અંદાજમાં કહે છે : “અયોધ્યા કા સૈયદબાડા મહોલ્લા. સોલવીંહ સદીમેં ઇરાન સે આયે મીર અબુ તાલીમ ને બસાયા થા. તાઉમ્ર ઇસ તંગ સી ગલી મેં રહે મુન્નુમિંયા. મુન્નુમિંયા કા ઘર છોટા થા, કદ છોટા ઔર આમદની ભી છોટી. લેકિન દિલ ઇતના બડા થા કી ઉસમેં અપને મઝહબ કે અલાવા દુસરો કે મઝહબ કે લિએ ભી બહુત જગા થી. ઇસિલિએ તમામ બડેં બડે લોગ ઉનકે આગે બૌને નજર આતે હૈ. બાબરી મસ્જિદ ગિરાયે જાને કે બાદ સાત સાલ તક મુન્નુમિંયા ઇસ મંદિર કે મેનેજર રહે. 1999 મેં મુન્નમિંયા કા ઇન્તકાલ હો ગયા. …મુન્નુમિંયા કા જનાજા ઊઠા તો ઉસમેં કઈ સાધુ ભી શરીક હુએ. 92 મેં દંગા હુઆ થા તબ સાધુઓ ને ઉન્હેં મંદિર મેં છુપા દિયા થા.”
કમાલ પાસે અયોધ્યાની આવી અનેક સ્ટોરી છે, જેમાં હિંદુ-મુસ્લિમોનો સમન્વય એ રીતે થતો દેખાય છે કે તેમને કોઈ અલગ કરવાનું કે જોવાનું વિચારી ન શકે. પણ આ સમન્વય તરફ જ્યારે રાજકીયદૃષ્ટિ પડે છે ત્યારે કમાલ ખાન જેવાંની દૃષ્ટિ મહદંશે લોકોની સામેથી ઓઝલ થઈ જાય છે અને ફરી અયોધ્યાનું એ ચિત્ર આવીને આપણી સામે ખડું થાય છે જેમાં માનવતા નજરે નથી ચઢતી, ચડસાચડસી છે, એકબીજા પ્રત્યે દ્વેષ છે, ઉશ્કેરાટ છે, વિરોધ છે. જોકે કમાલ ખાન આવાં માહોલને પોતાના કામથી થોડુંઘણું નિર્મૂલન કરી શક્યા હતા, તેથી જ તો જ્યારે તેમના અવસાન પર અંજલિ આપવાની આવી ત્યારે તેમાં કોઈ એવો ભેદ ન રહ્યો. બનારસમાં જ્યાં તેમણે રીપોર્ટિંગ કર્યું અને લોકોના મનમાં જગ્યા બનાવી ત્યાં તો ગંગા આરતીના સમયે તેમને દિપ પ્રગટાવીને અંજલિ આપવામાં આવી.
અને છેલ્લે ફરી અયોધ્યા વિશે કમાલ : “જિસ અયોધ્યા મેં સવાલો સાલ સે જમીન કે છોટે સે ટુકડે પે યે તય નહીં હો પા રહા હૈ કી વહાં કિસકે ખુદા કી ઇબાદત હો, ઉસકે બિલકુલ પડોસ મેં, હનુમાનગઢી જમીન કા હિસ્સા વહાં કે મહંતને અયોધ્યા કે મુસલમાન કો મસ્જિદ બનાને કે લિએ દે દિયા.” કમાલની આવી અદભુત સ્ટોરીઝ યૂટ્યુબ પર ઉપલબ્ધ છે, જેઓને કમાલદૃષ્ટિનું અયોધ્યા જોવું હોય તેઓ તે જરૂર જુએ.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796