Friday, May 1, 2026
HomeGeneralબીજાના પ્યાલામાં ચાંચ ડબોળવી પડી ભારેઃ પાલનપુરની જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર નરોત્તમ પ્રજાપતિના...

બીજાના પ્યાલામાં ચાંચ ડબોળવી પડી ભારેઃ પાલનપુરની જનશિક્ષણ સંસ્થાના ડાયરેક્ટર નરોત્તમ પ્રજાપતિના શરૂ થયા માઠા દિવસો

- Advertisement -

નવજીવન. પાલનપુર: ACB દ્વારા અવાર-નવાર લાંચ માગતા અને સ્વીકારતા સરકારી બાબુઓને પકડવામાં આવે છે. આ સરકારી અમલદારોને પ્રજાની સેવા માટે નોકરી આપવામાં આવી હોય છે તેમ છતાં પ્રજાના કામ માટે આ અમલદારો લોકો પાસે અલગ અલગ પ્રકારની લાંચ માગતા હોય છે. આ અમલદારોને પકડવા માટે સરકાર દ્વારા ACB ડિપાર્ટમેન્ટ કાર્યરત છે. ગુજરાતના પાલનપુરમાં ACB દ્વારા એક સરકારી સંસ્થાના ડાયરેક્ટરને 20000 લાંચ સ્વીકારતા પકડવામાં આવ્યા છે.

પાલનપુરમાં આવેલી જન શિક્ષણ સંસ્થામાં ફિલ્ડ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા ફરિયાદીએ તેમના ઉપરી અધિકારી સંસ્થાના ડાયરેકટર નરોત્તમ પ્રજાપતિ વિરુદ્ધ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ફરિયાદીને હેરાન ન કરવા અને પગાર નિયમિત ચૂકવવા માટે 20000 રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદીને આ લાંચ ન આપવી હોવાને કારણે તેમણે ACBમાં નરોત્તમ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- Advertisement -



ફરિયાદના આધારે પાટણ ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર જે પી સોલંકીએ ટ્રેપનું આયોજન કર્યું હતું. ટ્રેપ મુજબ આરોપીને ACBએ રંગેહાથ લાંચ સ્વીકારતા પકડ્યા હતા. અત્યારે હાલ આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સામન્ય લોકોએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે લાંચ આપવીએ પણ લાંચ માગવા અને સ્વીકાવા જેટલું જ ગંભીર કૃત્ય છે. જ્યારે પણ કોઈ અધિકારી લાંચ માગે ત્યારે તરત ACBનો સંપર્ક કરીને ફરિયાદ કરવી જોઈએ. આમ આ ઘટનામાં અધિકારીને બીજાના પગાર પર નજર નાખી કટકી કરવાનું ભારે પડી ગયું છે. હવે આગળની કાયદાકીય કાર્યવાહીથી અધિકારીના માઠા દિવસો શરૂ થશે તે નક્કી.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular