Tuesday, April 21, 2026
HomeNational'મોદી ટેરરિસ્ટ' ઓસ્ટ્રેલિયામાં મંદિરની દિવાલ પર ફરી કાંકરીચાળો

‘મોદી ટેરરિસ્ટ’ ઓસ્ટ્રેલિયામાં મંદિરની દિવાલ પર ફરી કાંકરીચાળો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: ધર્મના નામે વિવાદ હવે ભારત (India) થી ઓસ્ટ્રેલિયા (Australia) માં પણ પગ પેસારો કરી ગયો હોય તેમ જણાય છે. કારણ ઓસ્ટ્રેલિયામાં મંદિર (Australia Temple) ની દિવાલ પર અવાર-નવાર વિવાદીત લખાણની ઘટનાઓ નોંધાઈ રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયા ટુડે (Australia Today) ના અહેવાલ પરથી આવી ઘટના ફરી બની હોય તેવા સમાચાર મળી રહ્યા છે. જેમાં જણાવાયું છે કે બ્રિસ્બેનમાં શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની દિવાલ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને આતંકવાદી બતાવતું લખાણ લખાયું છે.

તાજેતરમાં 3 વખત ઓસ્ટ્રેલિયામાં મંદિરની દિવાલ પર વિવાદિત લખાણની ઘટના સામે આવી છે ત્યારે હવે ચોથી ઘટના સામે આવી છે. સૌ પ્રથમ 12 જાન્યુઆરીના રોજ મેલબોર્નના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની દિવાલ પર બાદમાં 21 ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે કોન્સ્યુલેટ પર ખાલિસ્તાનનો ઝંડો ફેંક્યો હતો. ત્યારે હવે કોન્સ્યુલેટ રોડ પર શ્રી લક્ષ્મી નારાયણ મંદિરની દિવાલ પર વિવાદીત લખાણ લખી નાખવામાં આવ્યું છે. જેમાં ‘મોદી ટેરરિસ્ટ(BBC)’ અને ‘હિન્દૂ કમિટ શીખ 1989 જેનોસાઈડ’ જેવા લખાણ ચિતરી નાખવામાં આવ્યા છે. આ પહેલા 23 જાન્યુઆરીના રોજ ઈસ્કોન મંદિરની દિવાલ પર પણ વિવાદીત લખાણો લખી નાખવામાં આવ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયાના રિપોર્ટ્સમાં જણાવાયું છે કે, આ પ્રકારનું કૃત્ય ખાલિસ્તાની સમર્થકો દ્વારા કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ પ્રકારની ઘટના છાસવારે સામે આવતી હોય ભારતીય સમુદાય પણ ચિંતિત છે. આ બાબતે ઓસ્ટ્રિલયા એસોસિએશન ઑફ આયુર્વેદના ડૉ. નવીન શુક્લાએ જણાવ્યું હતું કે હિન્દૂ સમુદાયે સતર્ક રહેવાની જરૂર છે. સાથે જ સરકારે પણ સુરક્ષા માટે વધુ ધ્યાન રાખવું જોઈએ તેવી પણ તેમણે અપિલ કરી હતી.

ભારતીય મૂળના બલજિંદરસિંહે ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આવી ઘટનાઓને કારણે ભારતથી આવીને વસતા અને અભ્યાસ કરતા લોકોને સીધી અસર થશે. આવા કૃત્ય કરતા લોકો હકિકતમાં ભારતીય સમુદાય માટે મુશ્કેલીઓ પેદા કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં હિન્દૂ ધર્મ ત્રીજો સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. વર્ષ 2021ની વસ્તી ગણતરી પ્રમાણે જોઈએ તો ઓસ્ટ્રેલિયામાં 6.84 લાખ વસ્તી હિન્દૂ ધર્મના લોકોની છે. આ વસ્તી ઓસ્ટ્રેલિયાની વસ્તીના 2.7 ટકા જેટલી છે જ્યારે શીખ ધર્મના લોકોની વસ્તી અંદાજે 2 લાખ કરતા વધારે છે જે કુલ વસ્તીના 0.8 ટકા છે. ઉપરાંત 96 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ વર્ષ 2022માં ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા. આ આંકડો ચીનના વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં થોડો ઓછો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular