નવજીવન ન્યૂઝ. અમરેલી: શીયાળાની ઋતુ અલવિદા કરી રહી છે અને તાપમાનનો પારો સતત ઊંચો ચઢી રહ્યો છે. ત્યારે ઉનાળામાં ભયંકર ગરમી પડે તેવી વકી છે. આવી આગાહીઓ (Varsad ni Agahi) વચ્ચે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં વાતાવરણે અચાનક પલટો માર્યો છે. અને સાવરકુંડલા (Savarkundala)ના કેટલાક વિસ્તારો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ છુટા છવાયા છાંટા પડ્યા હતા. પાકની લણણી સમયે જ ઝાપટું આવતા ખેડૂતો (Farmers)ના જીવ અધ્ધર થઈ ગયા હતા.
અમરેલીમાં માવઠું !
રાજ્યમાં શીયાળાના ઋતુ વિદાય તરફ છે ત્યારે જ ભયંકર ગરમીના એંધાણ વર્તાઈ રહ્યા છે. તાપમાનનો પારો કેટલાક વિસ્તારોમાં અત્યારથી જ વિક્રમ તોડી રહ્યો છે. ત્યારે ઉનાળાની ગરમીની કલ્પના પણ કંપારી ચઢાવી દે તેવી છે. પરંતુ આવી સ્થિતીમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા વરસતા જોવા મળ્યા હતા. વાતાવરણમાં અચાનક પલટાને કારણે વરસાદી છાંટા વરસતા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી અને, ખેતરમાં પાક બચાવવા માટે પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
કેવું રહેશે વાતાવરણ ?

સાવરકુંડલાના પિઠવડી, જીંજુડા, સેંજળમાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જેમાં કેટલાક ખેડૂતોની ઉપજ પણ જોખમમાં મુકાઈ ગઈ હોય ખેડૂતો ઉપજ બચાવવા પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. ત્યારે કેરી, ઘઉં, ચણા, જીરૂં તેમજ ધાણાના ઉભા પાકને લણવાનો વખત આવતા જ વરસાદે વિઘ્ન પાડ્યું છે. આવી સ્થિતીમાં આશંકા સેવાઈ રહી છે કે ખેડૂતોના પાકને વરસાદી છાંટાના કારણે ઘણું નુકશાન પહોંચી શકે છે.
સાવરકુંડલામાં વરસાદી ઝાપટું !

અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા અગાઉથી જ આગાહી કરવામાં આવી હતી કે, ધારી, ગીર અને સાવરકુંડલાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. અને આ આગાહી સાચી ઠરી છે. અગાહીની કેટલાક ખેડૂતોએ ગંભીરતાથી નોંધી લઈ પોતાના પાકને અગાઉથી જ રક્ષિત કરી લીધો હતો, જેના કારણે તેમને નુકશાન વેઠવાનો વખત આવ્યો નથી. માટે ખેડૂતો હવામાન વિભાગની આગાહીઓની નોંધ લઈ તે પ્રમાણે અનુસરે તો નુકશાન ખાળી શકાય તેમ જણાય છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








