Saturday, May 23, 2026
HomeGujaratલાખો કરોડો નહીં માત્ર 1 રૂપિયાની ઉઘરાણી માટે PGVCL ખેડૂતને કોર્ટમાં ઢસડી...

લાખો કરોડો નહીં માત્ર 1 રૂપિયાની ઉઘરાણી માટે PGVCL ખેડૂતને કોર્ટમાં ઢસડી ગઈ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમરેલી: Amreli News: સામાન્ય રીતે કોઈ ખુડૂત બેંકમાંથી કૃષિધિરાણ મેળવે અને સમયસર તેની ચુકવણી ન કરે ત્યારે બેંક મૌખિક રીતે રકમની ઉઘરાણી કરે છે. પણ જ્યારે સમયની મર્યાદા કરતાં વધારે સમય સુધી રકમની ભરપાઈ ન થાય ત્યારે બેંક કરજદાર ખેડૂતને વકીલ મારફતે નોટિસ મોકલાવે છે. તે રીતે બેંક ખેડૂત પાસે રકમની વસૂલી કરવાની કાર્યવાહી કરતી હોય છે. પણ તે રકમ 2 કે 5 રૂપિયા જેટલી નાની નથી હોતી. કેમ કે એટલી નાની રકમ માટે લીગલ નોટિસ આપીને ઉઘરાણી કરવી બેંક માટે પણ પોષય તેવી બાબત નથી. એવી જ રીતે PGVCL દ્વારા ખેડૂતનું કોઈ રકમની ભરપાઈને લઈ કનેક્શન રદ કરવું અને નોટિસ આપવી પણ એક પ્રક્રિયા છે. પરંતુ જ્યારે 1 રૂપિયાની વસૂલી માટે બેંક કે PGVCL કોઈ ખેડૂતને કોર્ટ સુધી ઢસડી જાય ત્યારે તે બાબત વિચિત્ર લાગે છે. નોટિસમાં લગાવવામાં આવેલી ટિકિટ પણ 5 રૂપિયાની હોય છે ત્યારે અમરેલીમાં PGVCL એક ખેડૂતને 1 રૂપિયાની વસૂલી માટે કોર્ટમાં ઢસડી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જીલ્લાના કુંકાવાવના ખેડૂત હરેશ સોરઠિયાનું 7 વર્ષ પહેલાં PGVCL દ્વારા વીજ કનેક્શન રદ કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર 1 રૂપિયાની વસૂલી બાકી હતી. હવે 7 વર્ષ પછી PGVCLએ ખેડૂત પાસે વસૂલી શરૂ કરી છે અને તે પણ વાડિયા કોર્ટમાં યોજાનાર લોક અદાલત મારફતે રૂપિયા 1ની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે. ખેડૂત હરેશને ફટકારેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 9 ડિસેમ્બરે યોજાનાર લોક અદાલતમાં સમાધાન માટે સંનિષ્ઠ પ્રયાસો કરવામાં આવશે અને તે માટે સહકાર આપશો. ખેડૂતને ફટકારવામાં આવેલી નોટીસની ખાસ વાત એ પણ છે કે, માત્ર 1 રૂપિયાની વસૂલી માટેની નોટિસમાં 5 રૂપિયાની ટિકિટ પણ લગાવવામાં આવેલી છે. હવે વસૂલી માટેની જે રકમ છે તેના કરતાં ટિકિટની રકમ પાંચ ગણી છે. ખેડૂત લોક અદાલતમાં 1 રૂપિયાની ભરપાઈ કરી દે તોપણ સરકારને તો નુકસાન છે.

- Advertisement -

વસૂલી કરવા માટેની જે પ્રક્રિયા છે તે અનુસરવી PGVCL માટે જરૂરી હોઈ શકે છે પણ આટલી નાની રકમ માટે ખેડૂતને કોર્ટમાં બોલાવવા કરતાં ખેડૂત પાસેથી સીધી જ વસૂલી થઈ શકી હોત. લોક અદાલતમાં અનેક કેસો સમાધાન માટે આવે ત્યારે આવી ક્ષુલ્લક વાત માટે કોર્ટનો સમય બગાડવો કેટલો ઉચિત છે?

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular