જો સોનાના ભાવ વધે તો સમજવું કે તમારા દેશનું અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે
કોમેકસ સ્પોટ ગોલ્ડમાં ૨૬૨૫ ડોલરનો નવો વિક્રમ સ્થાપિત
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): બજારની અપેક્ષાથી વિપરીત અમેરિકન ફેડરલ રીઝર્વે બેન્ચમાર્ક વ્યાજદરમાં ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યો. કોરોના મહામારી ૨૦૨૦ પછી આ પહેલી વ્યાજ કપાત આવતા જ, સોનાના (Gold) ભાવે અગાઉના તમામ વિક્રમો તોડી પાડ્યા. ફેડ ચેરમેન અને એફઓએમસી (ફેડરલ ઓપન માર્કેટ કમિટી)ની સપ્ટેમ્બર મીટીંગમાં બે દાયકાની ઉંચાઈએ રહેલા ૫.૩૩ ટકા વ્યાજદરમાં ૦.૫૦ ટકાની કપાત આવશે, એવા આશાવાદે જ કેટલાય ટ્રેડરોએ તેમના વેપારની ઝાઝમ પાથરી હતી. તાજેતરના સપ્તાહમાં અમેરિકન કોમેકસ સ્પોટ ગોલ્ડ સતત વધતું રહી, નવા વિક્રમો સ્થાપિત કરી, શુક્રવારે એક તબક્કે ૨૬૨૫.૮૨ ડોલર પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) જ્યારે ડીસેમ્બર વાયદો ૨૬૫૧ ડોલર બોલાયા હતા.
અલબત્ત, શુક્રવારે જ તેજીવાળાઓએ મોટાપાયે પ્રોફિટ બુકિંગ કર્યું અને ઇન્ટ્રાડેમાં સ્પોટ ભાવ તૂટી ૨૫૮૪,૮૯ ડોલર થયા. વાયદો પણ આ જ ચાલે ચાલ્યો, ભાવ ઇન્ટ્રાડેમાં ઘટી ૨૬૦૮.૭૦ ડોલર થયા હતા. પશ્ચિમી અને ભારત, ચીનના સહિતના રોકાણકારો તાજેતરમાં બુલિયન બજારમાં કુદી પડ્યા અને ફેડના વ્યાજદર ઘટાડાની રાહે ભાવ તેજીની સારાણે ચઢ્યા. છેલ્લા ૧૨માથી ૧૦ સપ્તાહ સુધી ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં હોલ્ડીંગ વધ્યું. આ તરફ તેજીવાળાઓએ વાયદામાં પાછલા ચાર સપ્તાહથી પકડ મજબુત બનાવી રાખી.
જો ૧૯૮૯થી અત્યાર સુધીની તમામ અમેરિકાની છ વ્યાજ કપાત સાયકલને ધ્યાનમાં લઈએ તો, એનાલીસ્ટો કહે છે તે મુજબ સોનું, ટ્રેઝરી બીલ, અને એસએન્ડપી ૫૦૦ ઇન્ડેક્સ દરેક કપાત વખતે વધ્યા હતા. આ વખતે અમેરિકન સેન્ટ્રલ બેન્કે પણ કહ્યું છે કે વ્યાજ કપાત સાયકલની હજુ આ શરૂઆત છે. નીતિ ઘડવૈયાઓએ કહ્યું હતું કે અમે વર્ષાંત સુધીમાં બીજા અધા ટકાની વ્યાજ કપાત જોઈ રહ્યા છીએ અને ૨૦૨૫મા વધુ ૧ ટકાની. પણ ફેડ ચેર પોવેલે કહ્યું હતું કે કોરોના મહામારી વખતના નીચા વ્યાજદરોની અપેક્ષા રાખવાનું ભૂલી જજો.
તેમણે કહ્યું કે હવે પછી ભૂતકાળ કરતા માફકસરના ઊંચા વ્યાજદર જાળવી રાખવાના પ્રયાસ કરવામાં આવશે. રોકાણકારો પૂછી રહ્યા છે કે વર્તમાન ભાવ નવી ઊંચાઈ ધારણ કરી ચુક્યા છે કે પછી ખરીદવાની તકો રહેલી છે અથવા તેજીવાળાનો આ ફંદો છે? ટૂંકાગાળામાં શક્ય છે કે નફા બુકિંગમાં ભાવ ઘટી શકે છે, પણ લાંબાગાળે ભાવ ઉંચે જવા તૈયાર થઇ ગયા છે. નબળો ડોલર, વિદેશી રોકાણકારો માટે સોનું ખરીદવા માટે આકર્ષણ પેદા કરશે.
ઉભરતા અર્થતંત્રવાળા દેશની સેન્ટ્રલ બેંકો મોટાપાયે સોનું ખરીદવા આકર્ષિત થશે, જે નવી માંગ પેદા કરશે. જો અર્થતંત્રોમાં અચોક્કસતા નિર્માણ થશે તો રોકાણકાર, સોના જેવી વૈકલ્પિક અસ્કયામત તરફ આકર્ષિત થશે. જો સોનાના ભાવ વધે તો સમજવું કે તમારા દેશનું અર્થતંત્ર સંઘર્ષ કરી રહ્યું છે. આગામી અમેરિકન પ્રમુખની ચૂંટણી પછી નીતિવિષયક બદલાવ આવે તો તે દુનિયાભરની ફાયનાન્સીયલ માર્કેટને અસર કરશે, અને સોનાના ભાવને પણ. આ બધા મુદ્દાઓ એક બીજા સાથે આંતરિક રીતે એક બીજા સાથે ગુંચવણ ભરી રીતે જોડાયેલા છે. જે સોનાના ભાવને વ્યાપક રીતે જોડીને નવો આંતરપ્રવાહ સર્જનાર છે.
એનાલીસ્ટો કહે છે કે બજારમાં અત્યારે ખુબજ ઉથલપાથલ જોવાઈ રહી છે, માટે અત્યારે ભાવની કોઈ આગાહી વાજબી નહિ ગણાય. સામાન્ય રીતે વ્યાજદર ઊંચા હોય ત્યારે સોનાના ભાવ નીચા રહેવા જોઈએ, તાજેતરના વર્ષોમાં સોના અને વ્યાજદર વચ્ચેના સંબંધો અત્યારે વણસી ગયા છે. અત્યારે ભાવ ને જે ટેકો મળી રહ્યો છે તે, સેન્ટ્રલ બેંકો દ્વારા મોટાપાયે ખરીદીનો છે. આટલુંજ નહિ, એશિયાના રોકાણકારો અને વપરાશકારો તરફથી પણ સોનાની મોટી માંગ જોવાઈ રહી છે. આ વર્ષે સોનાએ તેના પરંપરાગત તેજી મંદીના તમમાં સંબંધોનો વિચ્છેદ કરી નાખ્યો છે, અને ૨૫ ટકા જેવો ઉછાળો આવ્યો છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796