તુષાર બસિયા (નવજીવન ન્યુઝ, અમદાવાદ): ભાજપના શાસનમાં ગુજરાતમાં શું થાય છે તે કહેવા કરતા શું નથી થતી તેની યાદી બનાવવી સહેલી પડે તેવી સ્થિતી છે. રાજ્યમાં ભ્રષ્ટાચાર કાયદેસર થઈ રહ્યો હોય, અધિકારીઓ પર સરકારનો કોઈ હોલ્ટ ન રહ્યો હોય અને બેફામ રીતે રાજ્યને શક્ય એટલું લૂંટી શકાય તેવી વ્યવસ્થા રાજ્યમાં ઉભી થઈ હોય તેવો ઘાટ રચાતો જોવા મળી રહ્યો છે. આ મારા શબ્દોમાં તમને અતિશ્યોક્તિ ત્યારે નહીં લાગે જ્યારે હું લખીશ કે 55 હજાર ખેડૂતોએ પેદા કરેલી રૂપિયા 250 કરોડની મંડળીને 37 કરોડમાં વેચી મારવાનું કારસ્તાન થયાની ઘટના પર શક્તિસિંહ ગોહિલે (Shaktisinh Gohil) પ્રકાશ પાડ્યો છે.
ગુજરાત રાજ્ય માટે શાંતિ, સલામતી અને સુખાકારીની વાતો કરતી રાજ્યની સરકારમાં શું શું ચાલે છે એ કહેવા માટે મારા જેવા 1 હજાર પત્રકારો 24 કલાક તમને બતાવવાનું કામ કરે છતાં પણ કલાકો ઘટે તેવી સ્થિતી છે. ખબર એ નથી પડતી કે રાજ્યમાં સરકાર અને અધિકારી સાથે છે કે પછી સરકાર સારી છે અને અધિકારીઓ ગાંઠતા નથી અને મોજ પડે તેમ સરકારને દબાવી કામ કરાવે છે અને, જો આવું ન હોય તો ચારે દિશામાંથી કૌભાંડ, કાંડ અને ભ્રષ્ટાચારની અને એ પણ સામાન્ય નહીં ગંભીર પ્રકારની ઘટનાઓનો વરસાદ ન થતો હોય. સુરત (Surat) જમીન કૌભાંડને હજુ ભુલ્યા નથી ત્યાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહે નવો ઘટસ્ફોટ કરી સરકારની ઉંઘ ઉડાડવા પ્રયાસ કર્યો છે. જેમાં તેમણે સુરત જિલ્લાના માંડવી ખાતે આવેલી સુગર સહકારી મંડળીના (Mandvi Sugar Cooperative Society)વેચાણ થઈ જવાની ઘટના સામે રાખી સરકાર પર સવાલ પેદા કર્યા છે. તેમણે જણાવ્યું કે માંડવીની સુગર મંડળી જે 55 હજાર ખેડૂત સભાસદોએ ઉભી કરી તેમનું રોકાણ પણ 26 કરોડ રૂપિયા છે અને સરકારના પણ 21 કરોડ છે છતાં તે મંડળીને મહારાષ્ટ્રની ખાનગી કંપનીને રૂપિયા 37 કરોડમાં આપી દેવામાં આપી છે. તો 100 વિઘા જમીન, સુગર પ્લાન્ટ અને મંડળીની મિલકતો 250 કરોડની હોવાની બેંકને ખબર હોવા છતાં કેવી રીતે કંપનીને 37 કરોડમાં આપી દેવાઈ તેના વિશે શક્તિસિંહે ગોહિલે બેંકે કરેલા સોદા પર સવાલ પેદા કર્યો કે મંડળીના કાયદાની જોગવાઈ જ જ્યારે આર્થિક સંકળામણમાં આવેલી સહકારી સંસ્થાને ફડચામાં લઈ જવા કહે છે તો સરફેસી એક્ટ પ્રમાણે બેંક સીધી કેવી રીતે હરાજી કરી શકે. આમ શક્તિસિંહના આરોપમાં દમ છે કે બની શકે કે જુન્નર સુગર મીલને ખટાવવા માટે રીતસર ઓપરેશન ચલાવી આખી સુગર સહકારી મંડળીનો જ સોદો કરી નાખવાનો તૈખ્તો તૈયાર થયો હોય અને, બાદમાં ખેડૂત અને સભાસદોની રાતી પાઈ પણ ન બચે તે રીતે કંપનીને હરાજી કરી વેચાણ આપી દેવામાં આવી હોય. આ તમામ આરોપોની વચ્ચે જોઈએ હવે શું થાય છે હાલ શક્તિસિંહે તો સી.બી.આઈ. તપાસની માગણી કરી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796