Friday, May 1, 2026
HomeGeneralઅરવલ્લી : ટીંટોઈ ગામે સતત ચોરીની ઘટનાના પગલે લોકોમાં આક્રોશ, ગામમાંથી પસાર...

અરવલ્લી : ટીંટોઈ ગામે સતત ચોરીની ઘટનાના પગલે લોકોમાં આક્રોશ, ગામમાંથી પસાર થતા 5 શકમંદોને ઝડપી પાડી મેથીપાક આપ્યો

- Advertisement -

નવજીવન. અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. જીલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરો સતત ચોરીની ઘટનાને અંજામ આપી પોલીસની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં તસ્કરોએ પડાવ નાખતા ૭ દિવસમાં ૧૯ જેટલા સ્થળોએ ચોરીનો પ્રયાસ થતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. મોડાસા રૂરલ પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર ગામલોકોને વિશ્વાસ ઉઠી જતા ગામલોકોએ છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગામમાં રાત્રી પહેરો ચાલુ કર્યો હતો. ગામમાંથી બે બાઈક લઇ પસાર થતા ૫ શકમંદોને ગામલોકોએ ઝડપી પડતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ૫ શકમંદ યુવકોને મેથીપાક આપ્યો હતો. ગ્રામજનોએ ૫ લોકોને ઝડપી મોડાસા રૂરલ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી લોકોના રોષનો ભોગ બનેલા ૨ શકમંદોને સારવાર અર્થે ખસેડી સઘન પૂછપરછ હાથધરી હતી.

- Advertisement -



મોડાસાના ટીંટોઈ ગામમાં સતત મકાનો અને દુકાનોના તાળા તૂટતાં લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા હતા. મોડાસા રૂરલ પોલીસ તસ્કર ટોળકીને ઝડપી પાડવા માટે નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા છતાં તસ્કરોનો તળખળાતે યથાવત રહેતા ગ્રામજનોએ રાત્રી પહેરો ચાલુ કર્યો હતો. શનિવારે રાત્રે બાઈક પર પસાર થતા ત્રણ અને વહેલી સવારે પસાર થતા ૨ યુવકોને શંકાના આધારે ઝડપી લેતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સતત ચોરીની ઘટનાઓથી ફાટી નીકળેલ રોષ ૫ શકમંદ યુવકો પર ઠાલવ્યો હતો અને ઝડપાયેલ યુવકોને મેથી પાક આપ્યો હતો. એક શકમંદ યુવક લોકોના ઢોર મારથી બેભાન થઇ ઢળી પડતા ચકચાર મચી હતી. ગ્રામજનોએ રૂરલ પોલીસને જાણ કરતા ટીંટોઈ ગામે પહોંચી લોકોનો રોષનો ભોગ બનેલ ૨ યુવકનો શરીરે ઈજાઓ વધુ થતા સારવાર અર્થે દવાખાને ખસેડી સારવાર આપી હતી. હજુ પણ એક યુવક દવાખાનમાં દાખલ છે. મોડાસા રૂરલ પોલીસે શકમંદ યુવકોની સઘન પૂછપરછ હાથધરી છે.

- Advertisement -



મોડાસા રૂરલ પીઆઈ મુકેશ તોમરના જણાવ્યા અનુસાર

મોડાસાના ટીંટોઈ ગામે ચોરીની ઘટનાઓ વધતા રૂરલ પોલીસે ત્રણ પોલીસ વાહનો સાથે સતત પેટ્રોલિંગ કરી તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથધરી છે. શનિવારે રાત્રી અને વહેલી સવારે ટીંટોઈ ગામના ગ્રામજનોએ ૫ શકમંદ યુવકોને ઝડપી પાડી રૂરલ પોલીસને સુપ્રત કરતા પોલીસે ૫ શકમંદ યુવકોની સઘન પૂછપરછ હાથધરી છે. જેમાં ત્રણ યુવકો ભિલોડા થી મેઘરજ તેમના ઘર તરફ જતા હોવાની અને અન્ય બે યુવકો રાજસ્થાની શ્રમિકો હોવાનું જણાવી રહ્યા છે. જો કે પોલીસે તેમની વધુ તપાસ હાથધરી છે અને તસ્કર ટોળકીના સભ્યો છે કે નહીં તેની સઘન પૂછપરછ હાથધરી છે અને ટીંટોઈ ગામમાં ગ્રામજનો સાથે મીટિંગ કરી વધુ કોઈ નિર્દોષ વાહન ચાલક કે રાહદારી કોઈ અનિચ્છનીય ઘટનાનો ભોગ ન બને તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવશેનું જણાવ્યું હતું.

- Advertisement -





સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular