Saturday, June 3, 2023
HomeGeneralકોરોનાની ત્રીજી લહેર વચ્ચે: અરવલ્લીમાં કલમ-144 લાગુ, શ્રી કમલમ કાર્યાલયમાં પૂર્વ મંત્રી...

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે: અરવલ્લીમાં કલમ-144 લાગુ, શ્રી કમલમ કાર્યાલયમાં પૂર્વ મંત્રી રજની પટેલની ઉપસ્થિતીમાં ભીડ 

- Advertisement -

નવજીવન.અરવલ્લી: ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનું સંક્રમણ વધી રહ્યું હોવાની સાથે ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉંચક્યું છે અને દૈનિક કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ ધીમે પગલે વધી રહ્યું છે છેલ્લા સપ્તાહમાં ૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. જેમાં કોરોના સંક્રમિત ૪૫ વર્ષીય મહિલાને કોરોના ભરખી જતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. લોકો પણ બેદરકાર જણાઈ રહ્યા છે ત્યારે અરવલ્લી જીલ્લા કલેકટર ડો. નરેન્દ્ર મીણાએ જાહેરનામું પ્રસિદ્ધ કરી કલમ-૧૪૪ લાગુ કરવામાં આવી છે. જેમાં ૪ થી વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવી છે ત્યારે મોડાસા ખાતે આવેલા શ્રી કમલમ કાર્યાલય ખાતે પૂર્વ મંત્રી રજની પટેલની ઉપસ્થિતિમાં બીજેપી અગ્રણીઓ અને કાર્યકરોની બેઠકમાં ભીડ ઉમટી હતી જીલ્લામાં લાગુ કરાયેલ ૧૪૪ કલમના જાહેરનામાનો છેદ ઉડી ગયો હતો ત્યારે તેમની સામે તંત્ર કાર્યવાહી કરે છે કે નહીં તે જોવું રહ્યું કે પછી જીલ્લામાં કાયદા ફક્ત સામાન્ય લોકોને લાગુ પડે છે તે ચર્ચાનો વિષય બન્યો છે. શ્રી કમલમ કાર્યાલયમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવામાં આવ્યો હોય તેમ સ્ટેજ પર અને બેઠકમાં સોશ્યલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા.

- Advertisement -



રાજ્ય સહિત અરવલ્લી જિલ્લામાં કોરોનાના કેસો વધતા જિલ્લા મેજિસ્ટ્રેટે કલમ 144 લાગુ કરી છે. હાલની પ્રવર્તમાન કોરોના પરિસ્થિતી ધ્યાને લેતા મહામારીનું સંક્રમણ અટકાવવા તેમજ જનતા દ્વારા સભા, સરઘસ, આંદોલન, રેલીની શક્યતા હોય, આ સમય દરમ્યાન અરવલ્લી  જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. નરેન્દ્ર મીણાએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૭ જાન્યુઆરી સુધી સક્ષમ અધિકારીની મંજુરી વિના જાહેર સ્થળોએ અનઅધિકૃત રીતે કે પછી ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રિત થવા પર કે કોઇ સભા ભરવા પર કે સરધસ કાઢવા ઉપર પ્રતિબંઘ ફરમાવેલ છે. રાત્રીના સુમારે ૧૦ વાગ્યા સુધી બાગ-બગીચાઓ ખુલ્લા રહેશે જેમાં લોકોએ કોરોના ગાઇડલાઇનનું પાલન ફરજીયાત કરવાનું રહશે તેમજ લગ્ન પ્રસંગમાં ૪૦૦ અને મરણપ્રસંગમાં ૧૦૦ લોકો ભેગા થઇ શકશે પરંતુ તે માટે નોંધણી ડીઝીટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહશે અને જાહેરનામાની શખ્ત અમલવારી કરવા તાકીદ કરવામાં આવી છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular