નવજીવન. અરવલ્લીઃ અરવલ્લી એસ પી સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ અરવલ્લી પેરોલ ફર્લો ટીમ જિલ્લામાં વિવિધ ગુનામાં નાસતા-ફરતા આરોપીઓને સતત દબોચી રહી છે. ભિલોડાના બોરનાલા ગામનો યુવક ૨ વર્ષ અગાઉ શામળાજીના ગ્રામ્ય વિસ્તારની સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપવામાં સફળ રહેલા આરોપીને જિલ્લા રેન્જ લેવલની પેરોલ ફર્લો ટીમે મહારાષ્ટ્રના જલગાવ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ કે એસ સીસોદીયા અને તેમની ટીમને શામળાજીના ગ્રામ્ય વિસ્તારની સગીરાને અપહરણ કરી ભિલોડા તાલુકાના બોરનાલા ગામનો હિમાંશુ મહેન્દ્રભાઈ આંબલીયા મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો ટીમ મહારાષ્ટ્રના જલગાવ જિલ્લામાં પહોંચી પડાવ નાખી ગુપ્તરાહે ગ્રામ્ય વિસ્તારોમાં શોધખોળ હાથ ધરતા હિમાંશુ આંબલીયા અને સગીરા માટીકામ કરતા હોવાની અને પાટના ગામની સીમમાં ભાડાના મકાનમાં રહેતો હોવાની માહિતી મળતા પેરોલ ફર્લો ટીમ મકાનમાં ત્રાટકી અપહરણ કરનાર હિમાંશુ અને ભોગ બનનાર સગીરાને દબોચી લેતા ૮૦૦ કિમિ દૂર પણ પોલીસ પહોંચી જતાં આરોપીના મોતિયા મરી ગયા હતા. પેરોલ ફર્લો ટીમે હિમાંશુ આંબલિયાને ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથ ધરી આગળની તપાસ માટે શામળાજી પોલીસને સુપ્રત કરી ૨ વર્ષ સગીરાના અપહરણના ગંભીર ગુનાનો ભેદ ઉકેલી દીધો હતો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












