Monday, June 29, 2026
HomeGeneralCCTV: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં જ્વેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ, જુઓ

CCTV: ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં જ્વેલર્સનું મોઢું દબાવી લૂંટનો પ્રયાસ, જુઓ

- Advertisement -

નવજીવન. ભરુચ: ભરૂચમાં ઝાડેશ્વર રોડ પર આવેલા શ્રી નિકેતન કોમ્પલેક્ષમાં સુંદરમ જ્વેલર્સ નામની દુકાનમા ત્રણ વ્યક્તિઓએ પિસ્તોલ લઈને લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દુકાનની અંદર બેઠેલા વ્યક્તિએ બૂમો પડતાં આ ત્રણ વ્યક્તિઓ ભાગી ગયા હતા. આ સમગ્ર ઘટના દુકાનની અંદર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઝાડેશ્વર જેવા ભરચક વિસ્તારમાં સવારે 9.30 વાગે આ ઘટના બનતા ખળભળાટ મચી ગયો હતો.



ઝાડેશ્વર રોડ પર આવેલા સુંદરમ જ્વેલર્સમાં સવારે 9.30 વાગે 3 લૂંટારુઓ ગ્રાહક બનીને આવ્યા હતા. આ સમયે જ્વેલર્સ દુકાન ખોલીને ખુરશી પર બેઠા હતા ત્યારે આ ત્રણ લૂંટારુઓ જેકેટ, સ્વેટર, ટોપી પહેરીને દુકાનમા આવ્યા અને જ્વેલર્સ તેમને ગ્રાહક સમજીને ઊભા થયા અને ટેબલ પર પડેલો પોતાનો ફોન ચેક કરવા જતાં હતા ત્યારે જ લૂંટારુએ તેનું મોઢું દબાવીને ટેબલ પીઆર સુવડાવવાનો પ્રયત્ન કર્યો. તે જ સમયે બીજા લૂંટારુએ પિસ્તોલ જેવુ હથિયાર કાઢ્યું હતું અને જેવલર્સને ટેબલ પર સુવડાવવાનો પ્રયત્ન કર્યો હતો.

આ સમયે જ્વેલર્સે બૂમાબૂમ કરતાં લૂંટારુઓ ગભરાઈ ગયા હતા અને દુકાનમાંથી ભાગી ગયા હતા. જ્વેલર્સ પણ તેમની પાછળ ભાગ્ય હતા પણ વચ્ચે ખુરશી હોવાને કારણે તે પડી ગયા હતા. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ ધટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ કરવામાં આવી છે.



- Advertisement -

ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા આ જ સુંદરમ જ્વેલર્સમાં લૂંટની ઘટના બની હતી. જેમાં લૂંટારુઓ સ્પેશિયલ 26 મુવીની જેમ ઇન્કમ ટેક્ષ વિભાગના અધિકારી બનીને આવ્યા હતા. દુકાનમા આવીને લાઇસન્સ અને સોનીનું પ્રૂફ માંગીને બધુ ચકાસ્યા બાદ સોનાની ચેઇન અને 2 કપલ રિંગ ખરીદીને 2 લાખ રૂપિયા NEFT કરીને ખોટો સ્ક્રીનશૉટ બતાવીને 2 લાખનો ચૂનો લગાડીને નીકળી ગયા હતા.




- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular