જય અમીન (નવજીવન.અરવલ્લી): બાયડ તાલુકાના અલવા ગામની સીમમાં તંત્ર દ્વારા લીજ પર નરોડા એન્વાયરમેન્ટ પ્રા.લિ. નામની કંપનીને કેમિકલ ઝેરી કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઈટ બનાવવાની મંજૂરી આપવાની હિલચાલ શરૂ થતા ગ્રામ પંચાયત, આસપાસના ગ્રામજનો દ્વારા પ્રોજેક્ટ સામે ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંગે ૨૮મી જાન્યુઆરીએ આ મામલે લોક સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. બાયડ-માલપુર વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતા અને ભાજપ સમર્પિત મત બેંક ધરાવતા ખેડૂતો અને ૨૦ ગામના લોકોમાં અલવા ગામ નજીક ઉભી કરાતી ડમ્પિંગ સાઈટ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે જે આગામી વિધાનસભામાં ૧૮૨ બેઠક જીતવાના ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના સ્વપ્ન પર પાણી ફેરવી શકે છે બાયડ બેઠક પર ભાજપમાંથી ચૂંટણીમાં જંગમાં હારનો સામનો કરનાર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ ડમ્પિંગ સાઈટનો સખ્ત વિરોધ નોંધાવ્યો છે.
ગત વિધાનસભામાં ફક્ત ૭૬૧ મતના નજીવા માર્જીનથી બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલાનો કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલ સામે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે ડમ્પિંગ સાઈટના આજુબાજુના ૨૦ ગામડાઓના મતદારોનો રોષ આગામી વિધાનસભા-૨૦૨૨ની ચૂંટણીમાં ભાજપ માટે કપરા ચઢાણ સાબિત થઇ શકે છે. અલવા નજીક ઉભી થનારી અબજો રૂપિયાની ડમ્પિંગ સાઈટનો સમગ્ર વિસ્તારમાં ખેતી, નદી અને જનજીવન પર વિપરીત અસર થવાના એંધાણના પગલે ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
કંપની સામે ઊભા થયેલા વંટોળને સમાવવા કંપનીએ શામ, દામ અને દંડની નીતિમાંથી દામના જોરે કેટલાક વિરોધ કરનાર લોકોને સાધી લેવામાં આવ્યા હોવાના તેમજ મીડિયા સામે પણ નાણાંની કોથળી ખુલ્લી મૂકી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ઉપરાંત કેટલાક કંપનીના બની બેઠેલા દલાલો કહેવાતા અગ્રણીઓ સાથે વાટાઘાટો કરી કોઈ પણ ભોગે અલવા ગામે ડમ્પિંગ સાઈટને મંજૂરી મળે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. અલવા ગામ સહીત આજુબાજુના ૨૦ જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ડમ્પિંગ સાઈટ સામે પત્રિકાઓ વહેંચી, તંત્રમાં આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યા પછી ઉગ્ર આંદોલનની તૈયારીઓ કરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












