નવજીવન. વડોદરા: એક માતા જેની ત્રણ વર્ષની નાની દીકરી જેને આગલા દિવસે જ રમતી જોઈ હોય અને બીજા દિવસે તેની કપડું ઓઢાળેલી લાશ જોવાની થાય, તેનો ચહેરો પણ જોવો મુશ્કેલ બની જાય ત્યાં દીકરીની આખરી વિદાયએ તેને માતા છાતી સરસી લગાવી ન શકી તે દૃશ્ય હચમચાવી મુકનારું હતું. વડોદરામાં એક ત્રણ વર્ષની દીકરીને ગોત્રી હોસ્પિટલમાં ગત રાત્રે સારવાર માટે લાવ્યા હતા જ્યાં તેણે રાત ન કાઢી અને મૃત્યુ પામી. તબીબોનું કહેવું છે કે દીકરી અહીં બેભાન અવસ્થામાં લવાઈ હતી, જ્યારે તેનો રિપોર્ટ કર્યો ત્યારે તે કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું જ્યાં બીજી તરફ પરિવારે આક્ષેપ કર્યા છે કે હોસ્પિટલની બેદરકારીથી દીકરીનું મોત થયું, તંત્રની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં બે નવા આવતા કેસમાં ઘટાડો આવી રહ્યો છે, એવું માનવમાં આવી રહ્યું છે કે કોરોનનો નવો વેરિએન્ટ ઓમિક્રોન ઘાતક નથી. તેમ છતાં ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓના મૃત્યુના આંકડામાં વધારો આવી રહ્યો છે. ત્યારે આજે વડોદરામાં એક 3 વર્ષની બાળકીનું કોરોનના કારણે મૃત્યુ થતાં બાળકીના પરિવારમાં હોસ્પિટલ તંત્ર સામે રોષ અને નારજગીની લાગણી ઉદભવી હતી. સૌરાષ્ટ્રનો એક પરિવાર મજૂરીકામ કરવા માટે વડોદરા આવ્યો હતો. આ પરિવારની ત્રણ વર્ષની બાળકીને એકાએક રાતે તાવ આવતા તેને સારવાર માટે તાત્કાલિક વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. કોરોનની સ્થિતિને ધ્યાનમાં રાખતા ગાઈડલાઇન મુજબ બાળકીનો પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા બાળકીને કોરોના વોર્ડમાં દાખલ કરવામાં આવી અને સારવાર શરું કરવામાં આવી હતી.
આજે સવારે આ બાળકીનું મૃત્યુ થયું હતું. જેની જાણ ડોક્ટર્સ દ્વારા બાળકીના પરિવારને કરવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ હતો કે હોસ્પિટલ દ્વારા યોગ્ય સરવારના અભાવે તેમની બાળકીનું મૃત્યુ થયું હતું. તેમણે બાળકીને પોતાના વતન લઈ જઈને અંતિમસંસ્કાર કરવાની જીદ કરી હતી, જો કે હોસ્પિટલ દ્વારા સમજાવવામાં આવતા તેમણે કારોનાની ગાઈડલાઈન મુજબ નજીકના સ્મશાનમાં દફનવિધિ કરી હતી.
ગોત્રી હોસ્પિટલના ડોક્ટર હિતેશ રાઠોડે જણાવ્યું હતું કે, “બાળકીને તાવ આવતા તેને હોસ્પિટલ લાવવામાં આવી હતી. તેને અચાનક તાવ આવી જતાં તે બેભાન થઈ ગઈ હતી. હોસ્પિટલમાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. આ બાળકી માલન્યુટ્રીશનનો પણ ભોગ બની હતી. આ બીમારી દરમિયાન તેને કોરોના થતાં તેનું મૃત્યુ થયું હતું.” આ તરફ જ્યારે બાળકીની લાશ સફેદ કપડાંમાં લપેટેલી જઈ રહી હતી ત્યારે માતાએ ભારે આક્રંદ કરી મુક્યું હતું. જોકે તેના માટે આ સમય એવો હતો કે તે સત્યનો સ્વીકાર કરી શકાય તેમ નહોતો. બાળકીને તે છેલ્લી વખત છાતીએ ચાંપી રડવા માગતી હશે પણ સ્વજનોએ સતત તેને પકડી રાખી કારણ બાળકીનું મૃત્યુ કોરોના પોઝિટિવ આવ્યા પછી થયું હતું. આ દૃષ્યએ ત્યાં હાજર લગભગ દરેકના હૃદય દ્રવી ગયા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












