નવજીવન. ચંદીગઢ: પંજાબ ચૂંટણી માટે પંજાબમાં બેઠકોની વહેંચણીની જાહેરાત સોમવારે ભાજપ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની પંજાબ લોક કોંગ્રેસ અને સુખદેવ સિંહ ઢીંડસાની પાર્ટી સાથે ગઠબંધનના ભાગરૂપે કરવામાં આવી હતી. આ સમજૂતી હેઠળ ભાજપ પંજાબમાં સૌથી મોટી પાર્ટી તરીકે 65 બેઠકો પર ચૂંટણી લડશે. અમરિંદરની પાર્ટી 37 સીટો પર અને ઢીંડસાની પાર્ટી 15 સીટો પર ચૂંટણી લડશે. પંજાબમાં તમામ 117 સીટો પર 20 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચે પરિણામ આવશે.
અમરિંદર સિંહની પાર્ટીએ એક દિવસ પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી હતી. ઢીંડસાની પાર્ટી શિરોમણી અકાલી દળ છે. કેપ્ટન અમરિંદર સિંહે એક દિવસ પહેલા જ 22 સીટો પર પોતાની પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં ભારતીય હોકી ટીમના પૂર્વ ખેલાડી અજીત પાલ સિંહનું નામ પણ સામેલ છે. કેપ્ટન પોતે પટિયાલા શહેરની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
બેઠકો માટે નામોની જાહેરાત કરતી વખતે અમરિંદર સિંહે કહ્યું હતું કે, “અમે તેમની જીતવાની સંભાવનાના આધારે સારા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. સાથે જ વિવિધ સમાજ અને ધર્મોના પ્રતિનિધિત્વનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પંજાબ લોક કોંગ્રેસને જે 37 બેઠકો મળી છે તેમાંથી 26 બેઠકો માળવા વિસ્તારમાંથી આવે છે, જ્યાં કેપ્ટનના પરિવારનો નોંધપાત્ર પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. આ ક્ષેત્ર પટિયાલાના પૂર્વ શાહી રજવાડા હેઠળ આવે છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












