Thursday, June 4, 2026
HomeGujaratઅરવલ્લીઃ 13 વર્ષની બહેને બાળકીને જન્મ આપ્યો ત્યાં સુધી પરિવાર ભાઈની કરતૂતથી...

અરવલ્લીઃ 13 વર્ષની બહેને બાળકીને જન્મ આપ્યો ત્યાં સુધી પરિવાર ભાઈની કરતૂતથી અજાણ?

- Advertisement -

અરવલ્લીમાં સંબંધોને લજવતી ઘટના: 13 વર્ષની સગીરા પર ભાઈએ જ આચર્યું દુષ્કર્મ, બાળકીને આપ્યો જન્મ

મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાંથી સમાજને શર્મશાર કરતો અને સંબંધોની પવિત્રતા પર સવાલ ઉઠાવતો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં માત્ર 13 વર્ષની એક સગીરાએ બાળકીને જન્મ આપ્યો છે. આઘાતજનક વાત એ છે કે, સગીરા સાથે અન્ય કોઈએ નહીં પરંતુ તેના સગા કાકાના દીકરાએ જ દુષ્કર્મ આચરીને તેને ગર્ભવતી બનાવી હતી. આ ઘટના પ્રકાશમાં આવતા જ પીડિતાના પરિવારે આરોપી ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોકે અહીં સવાલ એ છે કે બાળકીને જન્મ આપ્યા સુધી આ મામલો કેમ સામે આવ્યો નહીં? શું પરિવારે જ ભાઈને બચાવવા અથવા સમાજના ડરથી આ આખી કરતૂતને છૂપાવી હતી? કે પછી ખરેખર પરિવાર આટલો અજાણ હતો કે 9 મહિનાનો ગર્ભ થયો ત્યાં સુધી ખબર ના પડી?

આ રીતે ફૂટ્યો સમગ્ર ઘટનાનો ભાંડો

મળતી માહિતી મુજબ, 13 વર્ષીય સગીરા નવ માસનો ગર્ભ ધરાવતી હતી. છેલ્લા કેટલાક સમયથી તેની તબિયત લથડી રહી હતી. અચાનક તેને પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તેને તાત્કાલિક સારવાર માટે ઇસરીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં તબીબી તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા તબીબોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. થોડા સમય બાદ સગીરાએ એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.

- Advertisement -

ગત શિયાળામાં 3 વખત આચર્યું હતું દુષ્કર્મ

હોસ્પિટલમાં પૂછપરછ દરમિયાન સગીરાએ જે હકીકત જણાવી તે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. પીડિતાએ જણાવ્યું કે તેના સગા કાકાના દીકરાએ જ ગત શિયાળામાં તેની લાચારીનો લાભ ઉઠાવીને તેની સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સંબંધોની મર્યાદા નેવે મૂકીને પોતાની જ બહેનને હવસનો શિકાર બનાવી હતી. સગીરા કયા કારણે ડરીને ચૂપ રહી હતી તે એક સવાલ છે.

પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

- Advertisement -

આ શરમજનક ઘટનાની ભોગ બનનારના પરિજને ઇસરી પોલીસ સ્ટેશનમાં આરોપી નરાધમ ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઇસરી પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની દુષ્કર્મની કલમો તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (POCSO) એક્ટ હેઠળ ગંભીર ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાએ અરવલ્લી જિલ્લામાં ભારે ચકચાર મચાવી છે અને સમાજમાં સંબંધોની પવિત્રતા અને દીકરીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular