નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ Assembly by Election Result 2025: ગુજરાતના કડી અને વિસાવદર જ નહીં આજે ભારતના કૂલ પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓના પરિણામો સામે આવી રહ્યા છે. ગુજરાત, કેરળ, પંજાબ અને પશ્ચીમ બંગાળની પાંચ વિધાનસભા બેઠકો પર આજે મતગણના સવારથી જ ચાલી રહી છે. પહેલા બેલેટ પેપરના મતોની ગણતરી કરવામાં આવી અને પછી ઈવીએમના મતો ગણાઈ રહ્યા છે. આજે સઘન પોલીસ સુરક્ષા સાથે મતગણતરી કરાઈ રહી છે. દેશમાં હમણાં જ ઓપરેશન સિંદૂરનો માહોલ રહ્યો છે અને સાથે જ અમદાવાદમાં પ્લેન દુર્ઘટનાથી પણ લોકો ચિંતિત છે. હવે આ ઘટનાક્રમો વચ્ચે ઘણા ચહેરાઓનો આજે જનતા ફેંસલો આપવાની છે. આ ફેંસલો પણ જાહેર થઈ ગયો છે. ક્યાંક ભાજપ, ક્યાંક આપ, ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક ટીએમસીએ બાજી મારી લીધી છે. મતલબ કે આ ચૂંટણીઓમાં અલગ અલગ બેઠકો પર અલગ અલગ પાર્ટીની જીત જોવા મળી છે.
Assembly by Election Result 2025: પંજાબની લુધીણાણા બેઠક- આ બેઠક આમ આદમી પાર્ટી (AAP) ના ધારાસભ્ય ગુરપ્રીત બસ્સી ગોગીના નિધન બાદ ખાલી થઈ હતી. જ્યાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા જીવન ગુપ્તાને મેદાને ઉતારાયા છે જ્યારે આપ દ્વારા રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાને ઉમેદવાર તરીકે ઉતારાયા છે. જ્યાં આપના અરોરા સૌથી આગળ છે. તેઓ 1269 મતોથી આગળ છે અને ભાજપના જીવન ગુપ્તા ત્રીજા સ્થાને છે જ્યારે બીજા નંબર પર કોંગ્રેસના ભારત ભૂષણ આસુ છે.
છ રાઉન્ડની મતગણતરીમાં આપના સંજીવ અરોરાની લીડ ઘટીને 3558 મત રહી ગઈ છે. જોકે તેઓ આગળ છે.
ગુજરાતની વિસાવદર બેઠક પર રોમાંચ જોવા મળી રહ્યો છે. અહીં ભાજપના કિરીટ પટેલ, કોંગ્રેસે નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીએ પોતાના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. આ બેઠકો ત્રણ દળોની પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે.
હવે અહીં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા પર વિશ્વાસ મુક્યો છે. અહીં ગોપાલ ઈટાલિયા જીતી ચુક્યા છે. તેમણે 17 હજાર કરતા વધુ મતોની લીડથી જીત મેળવી છે.
16મા રાઉન્ડ પછી તો ગોપાલ ઈટાલિયા ભાજપના હાથ ના લાગે તેટલા આગળ છે. 13400 મતની લીડ.
- વિસાવદર પેટા ચૂંટણીની મતગણતરીમાં ભાજપને પાછળ પાડીને 14 રાઉન્ડને અંગે આપ આગળ
- આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા 14 રાઉન્ડની મત ગણતરીમાં આગળ
- 14 રાઉન્ડની મતગણતરી પછી ગોપાલ ઈટાલિયા 9678 મતોથી આગળ
- ભાજપના કિરીટ પટેલને મોટી લીડની જરૂરિયાત, ઈટાલિયાની સ્પીડ વધુ
દસમા રાઉન્ડની મત ગણતરી પુરીઃ ગોપાલ ઈટાલિયા 4181 મતથી આગળ છે. હવે વિસાવદરના ભેંસાણના મતોની ગણતરી ચાલુ થશે.
છ રાઉન્ટ પૂરા થયા અને તેમાં ભાજપની આગળ જઈ રહ્યું છે. ભાજપને 19515, આપ 19104 અને કોંગ્રેસ 1800 મત મેળવી ચુક્યા છે. મતલબ કે હવે ભાજપ 411 મતથી આગળ છે.
અહીં જ્યાં બેલેટ પેપરની મત ગણતરી આજે શરૂ થઈ તેમાં ભાજપનું પલડું ભારે હતું જ્યારે તે પછી પ્રથમ રાઉન્ડમાં ગોપાલ ઈટાલિયાની ગાડી આગળ દોડી રહી છે અને અન્ય ઉમેદવારો પાછળ ચાલી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા 400 મતોથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે ત્રીજા રાઉન્ટના અંતે ભાજપ 6788 મત, કોંગ્રેસને 529 મત જ્યારે આપને 7179 મત મળ્યા છે. એટલે કે ત્રીજા રાઉન્ડમાં પણ આગળ ગોપાલ ઈટાલિયા છે.
ગુજરાતની કડી બેઠક પર પણ ચૂંટણી જંગ રસપ્રદ બની રહ્યો છે. મહેસાણા આમ તો ભાજપનું ગઢ ગણાય છે. અહીં કડી બેઠક પર તમામ મુખ્ય ઉમેદવારો ચાવડા છે. ભાજપ તરફથી રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આપના જગદીશ ચાવડા પણ મેદાને છે. આ સીટ પણ ત્રણે દળો માટે મહત્વની માનવામાં આવી રહી છે.
હવે અહીં ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કડીની જનતાએ ભાજપના રાજેન્દ્ર ચાવડા પર વિશ્વાસ મુક્યો છે. અહીં રાજેન્દ્ર ચાવડા જંગી લીડ સાથે જીતી ચુક્યા છે.
14મા રાઉન્ડ પછી કડીમાં ભાજપ રેકોર્ડ બ્રેક લીડ સાથે જીત તરફ આગળ વધી રહ્યું છે.
કડીની બેઠક પર ભાજપના રાજેન્દ્ર ચાવડા જંગી મતોથી લીડ કરી રહ્યા છે. રાજેન્દ્ર ચાવડા 33210 મતોથી આગળ
દસમા રાઉન્ડના અંતે અહીં જંગી મતોથી ભાજપના રાજેન્દ્ર ચાવડા આગળ છે. ભાજપને 42859 મત, કોંગ્રેસને 27069 મત અને આપને 1133 મત મળ્યા છે.
અહીં પાંચ રાઉન્ડને અંતે ભાજપ 10447 મતોથી આગળ છે. જ્યારે છઠ્ઠો રાઉન્ડ પણ પૂર્ણ થયો છે જેમાં ભાજપને 26005 મત મળ્યા છે અને કોંગ્રેસ અહીં 14047 તથા આપ 795 મત મેળવી શક્યું છે.
અહીં પોસ્ટલ બેલેટમાં ભાજપ આગળ છે, 44માંથી 31 ભાજપ અને કોંગ્રેસને 7 મળ્યા છે. રાજેન્દ્ર ચાવડા પ્રથમ રાઉન્ડના અંતે 1542 મતથી આળ ચાલી રહ્યા છે. આ બેઠક પર કૂલ મતદાન 57.90 ટકા થયું હતું.
કેરળની નીલાંબુર બેઠક પર ત્રિકોણીયો જંગ છે. જ્યાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રંટ (એલડીએફ)ના એમ. સ્વરાજને ટિકિટ મળી છે. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (યુડીએફ)એ આર્યદાન શૌકતને મેદાને ઉતાર્યા છે અને ભાજપે એડવોકેટ મોહન જોર્જને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
નીલાંબપુરની બેઠક પર ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચુક્યું છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર આર્યદાન શૌકતે 11077 મતોની લીડથી જીત હાંસલ કરી છે.
શરૂઆતથી જ એસ સ્વરાજ 3900 મતોથી આગળ ચાલે છે.
પશ્ચિમ બંગાળની બેઠકનો ઉલ્લેખ આમ તો ઘણો ઓછો થયો છે, પણ આ સીટ પણ પરિણામો પર મોટી અસર પાડી શકે છે. સ્થાનીક મુદ્દાઓ અને રાજનૈતિક સમીકરણ આ ચૂંટણીને મહત્વની બનાવી રહી છે. અહીંની કાલીગંજ બેઠક પર શરૂઆતની મતગણતરીમાં ટીએમસીની અલીફા અહેમદ કોંગ્રેસના કાબિલ ઉદ્દીન શેખથી 2715 મતોથી આગળ છે. ભાજપના આશિષ ઘોષ ત્રીજા સ્થાને છે.
આ બેઠક પર કોંગ્રેસના કાબિલ ઉદ્દીન શેખ આગળ ચાલી રહ્યા હતા પરંતુ તેમને ઓવરટેક કરીને ટીએમસીના ઉમેદવાર અલીફા અહેમદે અહીંથી જીત હાંસલ કરી લીધી છે.








