Wednesday, April 29, 2026
HomeNational'ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી મળી હતી', ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીએ...

‘ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી મળી હતી’, ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીએ ભારત સરકાર પર લગાવ્યા આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીએ (Jack Dorsey) ભારત સરકાર (India Government) પર મોટો આરોપ લગાવ્યો છે. જેક ડોર્સીનું કહેવું છે કે, “ભારતમાં કૃષિ કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારે ઘણા ગંભીર ટ્વિટર (Twitter) એકાઉન્ટ્સને બ્લોક કરવાની સૂચના આપી હતી.” ડોર્સીએ દાવો કર્યો હતો કે, “ભારત સરકાર દ્વારા તેમના પર દબાણ કરવામાં આવ્યું હતું અને તેમણે ભારતમાં ટ્વિટર બંધ કરવાની ધમકી પણ આપી હતી.”

એક યુટ્યુબ ચેનલ ‘બ્રેકિંગ પોઈન્ટ્સ’એ ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીનો ઈન્ટરવ્યુ લીધો હતો. આ દરમિયાન તેમને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આમાંનો એક સવાલ એ પણ હતો કે, શું ક્યારેય કોઈ સરકાર દ્વારા તેમના પર દબાણ લાવવાનો પ્રયાસ થયો હતો? તેના જવાબમાં ડોર્સીએ કહ્યું કે, આવું ઘણી વખત થયું અને ડોર્સીએ ભારતનું ઉદાહરણ આપ્યું. ડોર્સીએ કહ્યું કે ‘સરકાર દ્વારા તેમના કર્મચારીઓના ઘરો પર દરોડા પાડવાની વાત થઈ હતી. તેમજ નિયમોનું પાલન ન કરવા બદલ ઓફિસ બંધ કરવાની ચીમકી આપી હતી.’ ડોર્સીએ કહ્યું કે, આ બધું ભારત જેવા લોકતાંત્રિક દેશમાં થયું છે.

- Advertisement -
Farmers Protest Delhi
Farmers Protest Delhi

એ જ રીતે ડોર્સીએ તુર્કીનું પણ ઉદાહરણ આપ્યું અને કહ્યું કે, ત્યાં પણ સરકાર તરફથી તેમના દેશમાં ટ્વિટર બંધ કરવાની ધમકી આપવામાં આવી હતી. ડોર્સીએ કહ્યું કે, તેમની કંપનીએ તુર્કીમાં સરકાર સામે અનેક કેસ લડ્યા અને જીત્યા છે. નવેમ્બર 2020માં, ભારત સરકારે દેશમાં ત્રણ કૃષિ કાયદા લાગુ કર્યા હતા. જો કે, આ કાયદાઓ લાગુ થતાં જ તેનો વિરોધ પણ શરૂ થયો હતો અને એક વર્ષ સુધી દેશભરમાં વિરોધ અને ધરણાં થયા હતા. છેવટે, એક વર્ષ પછી એટલે કે નવેમ્બર 2021માં, કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચી લીધા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સરકારને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular