નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Bhavnagar News: હવે ગુજરાતમાં પેપર લીક (Gujarat Paperleak) ન થવા એ મોટા સમાચાર છે. કારણ કે, ગુજરાતમાં સ્પાર્ધાત્મક પરીક્ષા હોય કે પછી યુનિવર્સિટીની પરીક્ષા હોય, પેપર લીક થવાની ઘટના એ હવે ગુજરાતમાં (Gujarat) સાવ સમાન્ય બની ગઈ છે. વધુ એકવાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્ધારા સેમ 6 નું પેપર લીક (Sam 6 Paper Leak)યાના આક્ષેપથી ખળભળાટ મચી ગયો છે.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે કે, ભાવનગર યુનિવર્સિટી એટલે મહારાજા કુષ્ણકુમાર સિંહજી યુનિવર્સિટીમાં (Bhavnagar University) સેમ 6ની પરીક્ષા ચાલી રહી છે. તે દરમિયાન ગતરોજ 1 એપ્રિલે લેવાયેલી ફાઇનાન્સ એકાઉન્ટનું પેપર લીક થયું છે. યુવરાજસિંહ દ્વારા આ પ્રકારના આક્ષેપોથી ચકચાર મચી જવા પામી છે. જેમાં ફાઈનાન્સ એકાઉન્ટ પેપર સમય કરતા પહેલા સોશિયલ મિડિયા પર વાયરલ થયું હોવાનો દાવો યુવરાજસિંહ કર્યો છે. આ અંગે યુવરાજે ટ્વીટ કરી માહિતી આપી છે.
શું કરી યુવરાજસિંહે ટ્વીટ
મહારાજા કુષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીની પરીક્ષા હતી જેમાં FINANCE & ACCOUNTS (MANEGMENT ACCOUNTING)નું પેપર હતું. જેનો સમય 3.30 થી 6:00 નો હતો. જાગૃત વિધાર્થી દ્વારા માહિતી પ્રમાણે પેપર શરૂ થયા અગાઉ જ પેપર વિવિધ વોટ્સએપ નંબરો ઉપર વાયરલ થયુ હતું.
યુવરાજસિંહની બીજી ટ્વીટ
યુવરાજસિંહે તેમની બીજી ટ્વીટમાં કહ્યું છે કે, “પેપરની અમે પુષ્ટિ કરી છે. પેપર તે જ હતું જે કોલેજમાં પૂછાયું હતું. પરંતુ પેપર સૌ પ્રથમ કયા ઈરાદે અને કોના દ્વારા વાઇરલ થયું તેની સંપૂર્ણ માહિતી અમારી પાસે નથી. સરકાર દ્વારા જો એમાં સચોટ તપાસ થશે તો ચોક્કસ પણે ઘણાં ચોંકાવનારા ખુલાસા થઈ શકે તેમ છે”.
જોકે, આ મામલે ભાવનગર યુનિવર્સિટી દ્ઘારા કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી. હવે એ તો જોવું જ રહ્યું કે, યુવરાજસિંહના આક્ષેપોમાં કેટલી સત્યતા છે? જો ખરેખર પેપર લીક થયુ છે, તો યુનિવર્સિટી કઈ કાર્યવાહી કરશે તે તો આગામી સમય જ બતાવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








