નવજીવન ન્યૂઝ. રાજકોટઃ Rajkot News: રાજકોટમાં વધુ એક વખત મહાનગરપાલિકાની (RMC) બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ગત 31 માર્ચે મહાનગરપાલિકામાં વાલ્વમેન (Valveman) તરીકે નોકરી કરતો યુવાન ડ્રેનેજના ટાંકામાં પડી જતાં ગૂંગળામણના કારણે મોત નિપજ્યું છે. જવાનજોધ દિકરાનું મૃત્યુ થતા પરિવારજનોએ તંત્રની બેદકારીના કારણે મોત નિપજ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે સમગ્ર મામલે યુવાનના પિતાએ આજીડેમ પોલીસ (Rajkot Police) સ્ટેશન ખાતે ફરિયાદ કરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર મુકેશ રાઠોડ રાજકોટના કોઠારીયા રીંગરોડ બાયપાસ હાઈવે નજીક આજી નદીના પુલ પાસે આવેલા ડ્રેનેજ પંપિગ સ્ટેશનમાં નોકરી કરતો હતો. ગત 31 માર્ચે મુકેશ વાલ્વ ખોલવા ગયો હતો. તે દરમિયાન ડ્રેનેજના ટાંકાની જાળી ખૂલ્લી હોવાના કારણે ટાંકામાં પડી ગયો હતો. ટાંકામાં રહેલું ગંદુ પાણી પી જવાથી ગૂંગળામણના કારણે મુકેશનું મોત નિપજ્યું હોવાનું મુકેશના પિતાએ ફરિયાદમાં જણાવ્યું છે.
દિકરાના મોત પાછળ મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની બેદકારી હોવાનો આક્ષેપ મૃતકના પિતા દ્વારા કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટીના કોઈપણ સાધનો આપવામાં આવ્યા ન હતા. ઉપરાંત કર્મચારીને કોઈપણ જાતની ટ્રેનિંગ પણ આપવામાં આવી ન્હોતી. મૃતકના પરિવાર દ્વારા આવાસ, કાયમી નોકરી અને આર્થિક સહાય મળે તે અંગે તંત્ર સામે માગણી કરી છે. જોકે તંત્ર દ્વારા કેટલીક માગણી સંતોષવામાં ન આવતા મૃતદેહને હજુ પણ પરિવારજનો દ્વારા સ્વીકારવામાં નથી આવ્યો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








