Friday, April 24, 2026
HomeGeneralઆણંદ પોલીસે પકડ્યો નઝીર ભજિયાને અને થયો આ ઘટસ્ફોટ

આણંદ પોલીસે પકડ્યો નઝીર ભજિયાને અને થયો આ ઘટસ્ફોટ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.આણંદ): તમારા મોબાઈલ ફોન ઉપર વિવિધ સ્કીમ અને જાણકારી માગતા ફોનકોલ્સ આવતા હશે. આવું જ કંઈક આણંદ જિલ્લાના વિવિધ લોકો સાથે બન્યું અને તેમના બેન્ક એકાઉન્ટમાંથી પૈસા સેરવી લેવામાં આવ્યા. આ મામલે તપાસ કરતી આણંદ ક્રાઇમ બ્રાન્ચે નઝીર ભજિયા નામના એક માણસને પકડ્યો અને ક્રાઇમ બ્રાન્ચને એક મોટું નેટવર્ક હાથ લાગ્યું.



આણંદ પોલીસને બાતમી મળી હતી કે, મોબાઈલ ફોન ઉપર વિવિધ સ્કીમના SMS કરી ફોનકોલ્સ કરી લોકોને છેતરતી ગેંગ આણંદમાં એક્ટિવ છે. આ માહિતીના આધારે આણંદ ક્રાઇમ બ્રાન્ચના PI કિરણ ચૌધરીએ પોતાના બાતમીદારોને એલર્ટ કરતા જાણકારી મળી કે, નઝીર ભજિયા જેવા ગુનેગારોને પ્રિ-એક્ટિવ સિમકાર્ડ મળી જાય છે. જેનો ઉપયોગ કરી તે સામાન્ય જનતા સાથે ગુનો આચરે છે પરંતુ તે સિમકાર્ડના ઉપયોગ માટે તેમનો કોઈ દસ્તાવેજી પુરાવો નહીં હોવાને કારણે તેઓ કાયદાની પકડથી બહાર રહે છે.

આ માહિતીના આધારે PI કિરણ ચૌધરીએ આરોપી નઝીર ભજિયાએ જ્યાંથી સિમકાર્ડ ખરીદ્યા હતા તેની તપાસ કરતાં જાણવા મળ્યું કે, સોજીત્રા બસસ્ટેન્ડ પાસે અનિલ ચૌહાણે રૂપિયા 300/- માં આ સિમકાર્ડ ખરીદ્યું હતું. અનિલ ચૌહાણની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે, શહેરના વિવિધ સ્થળે સિમકાર્ડનું વેચાણ કરતા સેન્ટર ઉપર કોઈ વ્યક્તિ સિમકાર્ડ ખરીદવા આવે ત્યારે તેના દસ્તાવેજના આધારે બે સિમકાર્ડ એક્ટિવ કરી દેવામાં આવે. જે બીજું સિમકાર્ડ છે તે સિમકાર્ડ જેની પાસે દસ્તાવેજ નથી એવી વ્યક્તિને રૂપિયા 500/- માં વેચવામાં આવે.

- Advertisement -

આ માહિતીના આધારે આણંદ LCBએ અમરસિંગ નામની વ્યક્તિની 17 પ્રિ-એક્ટિવ કાર્ડ અને 3 મોબાઈલ ફોનના આધારે ધરપકડ કરી છે.






- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular