નવજીવન ન્યૂઝ.સુરત: ગુજરાતનાં રાજકારણમાં નવી આવેલી અને સુરત કોર્પોરેશનમાં વિપક્ષની ભૂમિકા ભજવતી આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ દ્વારા આજે ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાજપના માણસો આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સને લાલચ આપીને ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જેના માટે ભાજપના માણસો વોટ્સએપ કોલના માધ્યમથી આપના કોર્પોરેટર્સને સંપર્ક કરીને લાલચ આપવાનો પ્રયત્ન કર્યો હતો.
આજે સુરત આમ આદમી પાર્ટી દ્વારા આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં વિપક્ષના નેતા ધર્મહ ભંડેરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “સુરતના આમ આદમી પાર્ટીના વોર્ડ નંઃ૩ના કોર્પોરેટર મહેશ અણધણ અને વોર્ડ નંઃ૧૭ના કોર્પોરેટર રચનાબેન હિરપરાને ભાજપમાં જોડાવા માટે ફોન અને વોટસએપ કોલ દ્વારા લોભ-લાલચ અને ધાક-ધમકી આપી દબાણ ઉભુ કરી ભાજપમાં જોડાવા માટે ભાજપના માણસો પ્રયત્ન કરી રહ્યા છે.”
મહેશ અણઘણે જણાવ્યુ હતું કે, “મારા ઉપર અજાણ્યા વ્યક્તિના નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે ભાજપનું ભવિષ્ય ખૂબ જ સારું છે. આમ આદમી પાર્ટીના ભવિષ્યમાં કઈ રહ્યું નથી. તમારા દિગ્ગજ નેતાઓએ આપ છોડી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે હવે તમે પણ જલ્દીથી આમ આદમી પાર્ટી છોડી દો. અમે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદી લઈશું. તમારી અનેક લોન ચાલી રહી છે. તમારા સંતાન કોલેજમાં ભણી રહ્યા છે. તમારી તમામ જવાબદારી અને માગણી અમે પૂર્ણ કરી દઈશું. તમે આમ આદમી પાર્ટીને છોડી દો. એ પ્રકારની વાત તેમણે કહેતા મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, લોકશાહીમાં મારા મતદારોએ મને વિશ્વાસ રાખીને મત આપ્યા છે. હું એમની સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું. એ વ્યક્તિ સ્પષ્ટ રીતે મને લાલચ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જવા માટે કહ્યું છે. ભાજપનો આ ખોટો પ્રયાસ છે, અમે ક્યારેય મારા મતદારોનો વિશ્વાસ તોડીશુ નહીં. અમારા જ પાર્ટીના બે મહિલા કોર્પોરેટરોને પણ ફોન કરીને લાલચ આપવામાં આવી હતી. ભાજપ પૈસાના જોરે સત્તા મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે.”
આમ આદમી પાર્ટી સુરત શહેરના નગરસેવકો ને ભાજપ દ્વારા ખરીદવાની કોશિશ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે તે બાબતે પ્રેસ મીડિયામાં નગરસેવકો દ્વારા જનતાને જણાવ્યું.@DharmeshAAP @BJP4Gujarat @AAPGujarat @manoj_sorathiya @isudan_gadhvi @NikhilSavani_ @PravinRam_ @HasanSafin pic.twitter.com/WhSVZfMY1p
— AAP Surat | Mission2022 (@AAP4Surat) February 3, 2022
આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવ્યુ હતું કે, “આજે મને 2.15 વાગ્યે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં કોલ આવ્યો હતો. આ કોલ કરનારા વ્યક્તિએ મને ભાજપના કોર્પોરેટરની હાલત અને તમારી હાલત જુઓ. તમે એક વર્ષ દરમિયાન શું મેળવ્યું? આમ આદમી પાર્ટી છોડીને તમે ભાજપમાં જોડાઈ જાઓ તે પ્રકારની વાત કોલ પર કરવામાં આવી હતી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મતદાન દરમિયાન પણ મને આવી રીતે કોલ કરવામાં આવ્યો હતો અને તે સમયે પણ મે ભાજપમાં જોડાવાની ના પડી હતી. અત્યાર સુધી મને 2 વાર આવી રીતે સંપર્ક કરવામાં આવ્યો છે. પરંતુ મારા મતદારોનો જે વિશ્વાસ મૂક્યો છે તે હું ક્યારેય તૂટવા દઇશ નહીં.”
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












