Tuesday, May 26, 2026
HomeNationalઆર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે જવાહરલાલ નેહરુના સમર્થકોને અડચણ: અમિત...

આર્ટીકલ 370 પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે જવાહરલાલ નેહરુના સમર્થકોને અડચણ: અમિત શાહ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 (Article 370) હટાવવા મામલે સતત ચર્ચાઓ થઈ રહી છે. 2019માં કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવાતા દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજીઓ થઈ હતી. અનુચ્છેદ 370ને લઈ સુપ્રિમ કોર્ટમાં (Supreme Court) 16 દિવસની દલીલો બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં સુપ્રિમ કોર્ટે પણ કેન્દ્ર સરકારના નિર્ણયને બહાલી આપી હતી. વધુમાં આર્ટીકલ 370 હટાવવા મામલે સુપ્રિમ કોર્ટે તેવી પણ ટિપ્પણી કરી હતી કે, આર્ટીકલ 370 જે તે સમયની કામચલાઉ વ્યવસ્થા હતી. આર્ટીકલ 370 અંગે સુપ્રીમના ચુકાદા બાદ રાજકીય પક્ષો દ્વારા જે પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી તે અંગે રાજ્યસભામાં વાત કરતાં ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.

આર્ટીકલ 370 હટાવવા મામલે સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી હતી. કેટલાક પક્ષો આર્ટીકલ 370 અંગેના ચુકાદાથી સંતુષ્ટ નથી. ત્યારે રાજ્યસભામાં તે બાબતે વાત કરતાં અમિત શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ 370 અસ્થાયી વ્યવસ્થા હતી. વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ પોતે પણ આ બાબતનો સ્વીકાર કર્યો હતો. નેહરુએ સ્વીકાર્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં યુનાઈટેડ નેશનના રિપોર્ટ બાદ સીઝ ફાયર રોકવાની વાત ભૂલભરેલી હતી.

- Advertisement -

ગૃહ પ્રધાને રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ કે, નેહરુનું કામ જેમને ગમે છે તે પણ આર્ટીકલ 370 બાબતે સંતુષ્ટ નથી. નેહરુએ પણ સ્વીકાર્યું હતું કે આર્ટીકલ 370 અસ્થાયી છે. ત્યારે સુપ્રિમ કોર્ટ દ્વારા પણ આવું જ અવલોકન કરવામાં આવ્યું છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular