આસીફ કાદરી (નવજીવન ન્યુઝ. ગાંધીનગર): ગુજરાતના પોલીસ (Gujarat Police) વિભાગમાં નવા વર્ષ પહેલા મોડી રાત્રે મોટા ફેરફાર થયા છે. 31 ડિસેમ્બર 2024ના રોજ ગૃહ વિભાગે રાજ્યના 12 IPS અધિકારીઓને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. વર્ષ 2011ની બેચના IPS અધિકારીઓની બઢતીઓ વર્ષના છેલ્લા દિવસે કરવામાં આવી છે અને તેમની સાથે અન્ય બે આદેશમાં 11 જેટલા અધિકારીઓના જુનિયર સ્કેલ અને પે મેટ્રીક્સ અપગ્રેડ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
અધિકારીઓ હાલના હોદ્દા પરથી આ જગ્યાઓ પર પ્રમોશન:
- IPS નીરજા ગોટરુ પોલીસ ભરતી બોર્ડના ADGP હતા. હવે તેમને પોલીસ ભરતી બોર્ડના DGP તરીકે બઢતી આપવામાં આવી છે.
- ગૃહ સચિવ નિપુણા તોરવણેને બઢતી આપી ગૃહના ADGP બનાવવામાં આવ્યા છે.
- સુરત ગ્રામ્યના SP હિતેશ જોયસરને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
- મહેસણાના SP તરુણ દુગ્ગલને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
- CID ક્રાઇમના SP ચૈતન્ય માંડલિકને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
- પશ્ચિમ રેલવેના SP સરોજકુમારીને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
- SRPF ગ્રુપ-9 વડોદરાના કમાન્ડન્ટ આર. વી. ચુડાસમાને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
- સુરત ઝોન 5ના DCP આર. પી. બારોટને DIG તરીકે બઢતી આપવામાં આવી છે અને તેમને સુરતના એડિશનલ કમિશ્નરની ખાલી જગ્યા પર મૂકવામાં આવ્યા છે.
- સુરેન્દ્રનગરના SP ડૉ. જી. એ. પંડ્યાને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
- હજીરા મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર SP રાજન સુસરાને DIG મરિન ટાસ્ક ફોર્સ કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી છે.
- રાજકોટના SRPF ગ્રુપ-13ના કમાન્ડન્ટ સુધા પાંડેને DIG તરીકે બઢતી આપવામાં આવી છે.
- સ્ટેટ પોલીસ એકેડેમીના ડેપ્યુટી ડિરેક્ટર સુજાતા મજમુદારને સ્ટેટ પોલીસ એકેડેમીના જોઈન્ટ ડિરેક્ટર તરીકે બઢતી આપવામાં આવી છે.
આ ઉપરાંત IPS સુધીર દેસાઈ (SP ઇન્ટેલિજન્સ, ગાંધીનગર), બલરામ મીણા (DCP ઝોન-1, અમદાવાદ), ડૉ. કરણરાજ વાઘેલા (SP, વલસાડ), એસ. વી. પરમાર (DCP ઝોન-1, રાજકોટ), અને એ. એમ. મુનિયા (કમાન્ડન્ટ SRPF ગ્રુપ-5, ગોધરા) સહિતના અઘિકારઓના પે મેટ્રીક્સ અપગ્રેડ કરવાના આદેશ કરવામાં આવ્યા છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796