નવજીવન ન્યૂઝ. અલ્હાબાદ: ઉત્તરપ્રદેશમાં જ્ઞાનવાપી મસ્જીદ (Gyanvapi Mosque) અને વિશ્વનાથ મંદિર મામલે આલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad high court) સુનાવણી કરતા મહત્વનો ચુકાદો આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જીદના સર્વે દરમિયાન મળી આવેલા કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ (carbon-dating of Shivling) કરવાની મંજૂરી આપી દીધી છે. આલ્હાબાદ હાઈકોર્ટે જિલ્લા કોર્ટના આદેશને પણ રદ્દ કર્યો છે. જિલ્લા કોર્ટે શિવલિંગનું કાર્બન ડેંટિગની અરજી ફગાવી દીધી હતી, ત્યાર બાદ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ન્યાયમૂર્તિ અરવિંદ કુમાર મિશ્રાની બેંચે ભારતીય પુરાત્વ સર્વેક્ષણ વિભાગના રિપોર્ટના અધારે કથિત શિવલિંગનું કાર્બન ડેંટિગ કરીને સાઈનટીફિક તપાસ કરવાના આદેશ આપી દીધા છે. કોર્ટે ભારતીય પુરાત્વ વિભાગને કહ્યુ છે કે, “કથિત શિવલિંગને ખંડિત કર્યા વગર વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે.”
શું છે વિવાદ
જ્ઞાનવાપી મસ્જીદને લઈ હિન્દુ પક્ષ દ્ઘારા દાવો કરવામાં આવ્યો છે કે, “મસ્જિદ નીચે 100 ફૂટ ઉંચુ આદિ વિશ્વેશ્વરનાથનું સ્વયભૂં જ્યોતિર્લીંગ આવેલુ છે. કાશી વિશ્વેશ્વરનાથ મંદિર 2050 વર્ષ પહેલા મહારાજા વિક્રમઆદિત્યએ નિર્માણ કરાવ્યું હતું. ત્યાર બાદ મુઘલ સામ્રજ્ય દરમિયાન ઔરંગઝેબ 1664માં આ મંદિર તોડવી દીધું હતું અને મસ્જીદનું નિર્માણ કર્યુ હતું. જે બાદમાં જ્ઞાનવાપી મસ્જીદ તરીકે ઓળખાય છે તો બીજી તરફ મુસ્લિમ પક્ષે પણ આ વાત ફગાવી હતી અને ફુવારો હોવાનું જણાવ્યું હતું. જેને લઈ સમ્રગ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે.
અરજદારોએ માંગ કરી છે કે ભૂગર્ભ ભાગમાં મંદિરના અવશેષો છે કે નહીં તે જાણવા માટે જ્ઞાનવાપી સંકુલનો પુરાતત્વીય સર્વે કરવામાં આવે. વિવાદિત માળખું તોડવાની સાથે એ પણ તપાસવું જોઈએ કે 100 ફૂટ ઊંચું જ્યોતિર્લિંગ સ્વયંભુ વિશ્વેશ્વરનાથ પણ ત્યાં હાજર છે કે નહીં. મસ્જિદની દિવાલોની પણ તપાસ કરવી જોઈએ કે તે મંદિરની છે કે નહીં. અરજદારનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદ કાશી વિશ્વનાથ મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી હતી. આ દાવાઓ સાંભળીને, કોર્ટે કોર્ટ કમિશનરની નિમણૂક કરી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ની એક ટીમ બનાવી. આ ટીમને જ્ઞાનવાપી કેમ્પસમાં સર્વે કરવાનું કહેવામાં આવ્યું હતું.








