નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના (Surendranagar) પાટડીમાં (Patdi) રાત્રિ દરમિયાન વાછરડાની તસ્કરીની (Cow trafficking) ઘટના સામે આવી છે, કેટલાક વ્યક્તિઓ દ્ઘારા રાત્રિના અંધારામાં કારમાં વાછરડાને કતલખાને લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીસે શંકાસ્પદ કારનો પીછો કરતા અજાણ્યા વ્યક્તિઓ કાર ખેતરમાં મૂકી ઝાડીઓમાં ભાગી ગયા હતા. કારની અંદરથી બે વાછરડા ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. જે મામલે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના પાટડીમાં લાંબા સમયથી રાત્રિ સમયગાળા દરમિયાન ગૌ તસ્કરી થતી હોવાની ફરિયાદો સામે આવી હતી. જેના પગલે પોલીસ ઇન્સ્પેકટરના સૂચનો મુજબ પાટડી પોલીસ રાત્રે 12 વાગ્યના અરસામાં બજરંગ દળના કાર્યકરોને સાથે રાખી વર્ણીદ્રધામ મંદિર ખાતે ગૌ તસ્કરોને ઝડપી પાડવા વોચમાં હતી. જ્યાં કાળા કલરની ફોર્ડ ફીગો ગાડી રાત્રિ દરમિયાન ધીમી ગતિએ પાટડી તરફ આવી રહી હતી, જોકે પોલીસની વોચ જોઈ આરોપીઓ સતર્ક બન્યા હતા અને યુ ટર્ન મારી પૂરઝડપે કાર દોડવી હતી. કારની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસની ટીમે પણ ફિલ્મી ઢબે કારનો પીછો કરી ગૌ તસ્કરો પાછળ કાર દોડવી હતી. દરમિયાન કારચાલક કાર મૂકી ઝાડીઓમાં ભાગી ગયા હતા. પોલીસે ફોર્ડ ફીગો કારની તલાશી લેતા બે વાછરડા હલનચલન ન કરી શકે તેવી રીતે ક્રૂરતાપૂર્વક દોરડા વડે બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેને કતલ ખાને લઈ જવાઈ રહ્યા હતા. જોકે પોલીસે ગૌ તસ્કરના ઈરાદાઓ નિષ્ફળ બનાવી બે અબોલા પશુઓને કતલખાને જતા બચાવ્યા હતા. તેમજ પાટડી પોલીસે (Patdi Police) અજાણ્યા વ્યક્તિઓ સામે પશુ અધિનિયમ 1960 કલમ 11 (1) મુજબ ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








