નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat man’s death on US border: કલોલના (Kalol) પરિવારને ગેરકાયદે અમેરીકા (illegal America) મોકલવાના કેસમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (State Monitoring Cell -SMC) દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસ સંદર્ભે સ્ટેટ મોનિટરિંગ સેલે કલોલના બ્રિજકુમાર યાદવ તેમના પત્નિ અને બાળકોને ગેરકાયદે અમેરિકામાં ધુસાડવાના આરોપી સાહિલ વ્યાસ અને સૌરભ પટેલની ધરપકડ કરી છે. મળતી વિગતો અનુસાર આરોપી બ્રિજકુમાર યાદવને અમેરિકા મોકલવાના કેસમાં 7 આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર, બે મહિના અગાઉ ગત ડિસેમ્બર મહિનામાં કલોલમાં રહેતા બ્રિજ કુમાર યાદવ અને તેમનો પરિવાર મેક્સિકો બોર્ડર પર ટ્રમ્પ વોલ કૂદવા જતાં બ્રિજ કુમારનું મોત થયુ હતું, જ્યારે પત્ની અને બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. મેક્સિકોથી અમેરિકા જવા માટે એજન્ટે 40 લોકોના ગ્રુપને મોકલ્યા હતા. આ ગ્રુપમાંથી વિખૂટા પડી જવાથી અથવા અન્ય કોઈ કારણોસર બ્રિજ કુમાર અને તેમનો પરિવાર દીવાલ પરથી પટકાયો હતા.
કલોલમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બ્રિજ કુમાર પરિવાર સાથે વિદેશ ફરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. બ્રિજ કુમાર અને પરિવારના બનાવટી દસ્તાવેજો બનાવીને તુર્કી દેશની એમ્બસીમાંથી વિઝા મેળવવા માટે અરજી કરવામાં આવી હતી, બ્રિજકુમાર અને પરિવારને મુંબઇથી ઇસ્તંબુલ અને ત્યાંથી મેક્સિકો મોકલવામાં આવ્યો હતો. બ્રિજ કુમારને વિદેશ મોકલવાના કેસમાં કેતુલ નામના એજન્ટનું નામ સામે આવ્યું હતું. સાત આરોપીઓએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે બ્રિજ કુમાર અને તેના પરિવારને ષડયંત્ર ઘટ્યું હતું. આ કેસમાં એજન્ટ કેતુલ સહિત અન્ય બે આરોપીઓ ફરાર છે. ત્યારે આજે સ્ટેટ મોનિટરીંગ દ્વારા સાહીલ વ્યાસ અને સૌરભ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








