Wednesday, July 29, 2026
HomeGeneralઅમદાવાદથી દિલ્હી જતી ટ્રેનમાં ડ્રાઇવરે સંબંધીની ટિકિટ કન્ફર્મ ન થતાં એન્જિનમાં...

અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનમાં ડ્રાઇવરે સંબંધીની ટિકિટ કન્ફર્મ ન થતાં એન્જિનમાં બેસાડતા ત્રણ કર્મચારી સસ્પેન્ડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદથી દિલ્હી જતી ટ્રેનમાં ડ્રાઇવરે પોતાના સંબંધીને બેસાડતા ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આશ્રમ એક્સ્પ્રેસ ટ્રેનમાં ડ્રાઈવરની બેદરકારીની સામે આવી. ફૂલ સ્પીડમાં દોડતી ટ્રેનમાં તે વ્યક્તિ ઈમરજન્સી ડીવાઈસ સાથે છેડછાડ કરી હતી. ઉપરાંત ફેસબુક લાઈવ પણ કર્યું હતું.



માહિતી અનુસાર, અમદાવાદથી દિલ્હી જતી આશ્રમ એક્સ્પ્રેસ ટ્રેન જ્યારે જયપુર પહોંચી હતી ત્યારે આશ્રમ એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઈવર સંતોષે પોતાના સંબંધી સુખરામની ટિકિટ કન્ફર્મ ન થતાં એન્જિનના કેબિનમાં બેસાડ્યો. જ્યારે ટ્રેન જંકશનમાંથી નીકળી તે દરમિયાન સુખરામે ટ્રેન એન્જિન પાસે બેસીને ફેસબુક પર લાઈવ કરવાનું શરૂ કર્યું હતું. લાઈવમાં ટ્રેનને તે પોતે ચલાવતો હોવાનો ઢોળ કરી રહ્યો હતો. ઉપરાંત ટ્રેનના ડીવાઈસ સાથે છેડછાડ કરતો પીએન લાઈવમાં જોવા મળ્યો હતો. આ ટ્રેનમાં 800 જેટલા મુસાફરો સવાર હતા.

સમગ્ર બનાવ અંગે જયપુર મંડલના DRM નરેન્દ્રએ જણાવ્યું કે, આ ઘટના બાંદીકુઈથી દિલ્હી વચ્ચે બની હતી. બેદરકારી બદલ જયપુર મંડલના રેલવે ચીફ લોકો ઈન્સ્પેક્ટર સંતોષ, લોકો પાયલટ પ્રદીપ મીણા અને આસિસ્ટન્ટ લોકો પાયલટ મનીષને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એન્જિનમાં બેસેલો સુખરામ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. સુખરામ રિયર લોકોમાં એકલો બેઠો હતો. રિયર લોકોથી પરિચાલન સંબંધી કોઈ કંટ્રોલ નથી થતું. ત્યાંથી માત્ર ઈમર્જન્સી સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે. રિયર લોકોમાં રહેલી ઈમર્જન્સી ડિવાઈસને સુખરામે જો ઉપયોગ કર્યો હોત તો મોટી દુર્ઘટના બની હોત અને ટ્રેનમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હોત.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular