Thursday, April 16, 2026
HomeGujaratશંકરસિહે બળવો કરતા ભાજપની આબરુ લિલામ થઈ,પણ લતીફ ભાજપ માટે સંજીવની બન્યો

શંકરસિહે બળવો કરતા ભાજપની આબરુ લિલામ થઈ,પણ લતીફ ભાજપ માટે સંજીવની બન્યો

- Advertisement -

લતીફ ભાગ-34: કોઈ પણ ક્રિમિનલ Criminal પોલીસ અને પોલિટિશિયન Police and politicians ની મદદ વગર મોટો થઈ શકતો નથી. પોલીસને પૈસાની લાલચ હોય અને પોલિટિશિયનને ક્રિમીનલમાં પોતાનો સ્વાર્થ દેખાતો હોય ત્યારે તેનો ભરપુર ઉપયોગ થાય છે. લતીફ Latif તેનું ઉત્તમ ઉદાહરણ હતો. ગુજરાત Gujarat માં કેશુભાઈ પટેલ Keshubhai Patel ની સરકાર બની તે પહેલા ભાજપ BJP ને અંદાજ આવી ગયો હતો કે તેમની સરકાર થવા જઈ રહી છે. તેના કારણે ભાજપનો મુખ્યમંત્રી CM કોણ હશે તેના પેતરા શરૂ થઈ ગયા હતાં. જ્યારે ગુજરાત Gujarat માં જનસંઘની કોઈ છીંકણી પણ સુંધતુ ન્હોતુ ત્યારે શંકરસિંહ બાપુ Shankarsinh Bapu પોતાની રાજદૂત મોટરસાયકલ ઉપર ગામે ગામ ફરી જનસંઘ માટે કામ કરતા હતાં. તેવી જ રીતે કેશુભાઈ Keshubhai પણ અદ્દલ ગામડાનો દેશી માણસ હતાં, તેમને જોતા ગામડાના માણસને પોતાનો લાગવા માંડે, તેવો નેતા હતાં.



1980માં જયારે ભાજપ BJP ની સ્થાપના થઈ ત્યારે ત્યારે સવાલ ઉભો થયો કે ભાજપનું પ્રદેશ કાર્યાલય ક્યાં હોઈ શકે? ત્યારે ભાજપ BJP પાસે પૈસા પણ ન્હોતા. શંકરસિંહ અને કેશુભાઈ Shankarsinh and Keshubhai એ વિચાર કર્યો કે શહેરની મધ્યમાં હોય તો સારૂ એટલે હાલમાં અમદાવાદ Ahmedabad માં એલીસબ્રીજ પોલીસ સ્ટેશન Ellisbridge Police Station છે તેની બરોબર બાજુમાં એક દુકાનમાં ભાજપનું પ્રદેશ કાર્યાલય BJP Office ભાડાની દુકાનમાં શરૂ કરવામાં આવ્યું. મહિને પંદરસો રૂપિયા ભાડુ હતું, પણ તે સમયમાં ભાજપના નેતાઓને દર મહિને 1500 રૂપિયા ક્યાંથી લાવવા તે પ્રશ્ન પણ સતાવતો હતો. માંડ માંડ 6 મહિના ભાડાની દુકાનમાં કાર્યાલય ચલાવ્યુ પણ લાગ્યુ કે 1500 રૂપિયા પણ આપણે મહિને લાવી શકતા નથી એટલે ભાડાની દુકાન ખાલી કરી ખાડીયામાં તેના કરતા સસ્તા ભાડે જગ્યા મળતી હતી એટલે કાર્યાલય ત્યાં લઈ ગયા. આમ ભાજપ BJP ને ગુજરાત GUjarat માં ઉભો કરવામાં કેશુભાઈ અને શંકરસિંહ Keshubhai and Shankarsinh મહત્વના 2 સ્તંભ હતા. પરંતુ 1987 માં પ્રચારકમાંથી ભાજપના મહામંત્રી BJP general secretary થઈ આવેલા નરેન્દ્ર મોદી Narendra Modi ને બહુ જલદી સમજાઈ ગયું હતું કે ભાજપ BJP માં મહત્વકાંક્ષી અને પોતાનો મુકાબલો કરી શકે તેવો કોઈ નેતા હોય તો શંકરસિંહ વાઘેલા Shankarsinh Vaghela છે અને શંકરસિંહ બાપુ Shankarsinh Bapu ને પણ સમજાઈ ગયુ હતું કે ભાજપ BJP માં એક હરિફાઈ અને હાઈટેક પ્રચારકની એન્ટ્રી થઈ છે. બંન્નેના અહમ અને તાકાત વાંર-વાંર ટકરાતી હતી.

નરેન્દ્ર મોદી Narendra Modi ને ખબર હતી કે જો ભાજપ BJP ને સત્તા મળી અને શંકરસિંહ Shankarsinh CM મુખ્યમંત્રી થયા તો આપણી પિપુડી વાગશે નહીં અને આપણી દુકાન બંધ કરી ફરી પાછા હેડગેવાર ભવન જવુ પડશે. ભાજપ BJP માં આવ્યા પછી નરેન્દ્ર મોદી Narendra Modi ને પણ એશોઆરામની ટેવ પડી ગઈ હતી. શંકરસિંહે Shankarsinh સત્તા મળે તો પોતે જ મુખ્યમંત્રી CM થશે તેવુ માની તૈયારી શરૂ કરી હતી પણ નરેન્દ્ર મોદી Narendra Modi એક ચાલ રમ્યા. તેમણે ભાજપ હાઈકમાન્ડને મનાવી લીધુ અને એવુ નક્કી થયુ કે જે સંસદ સભ્ય હશે તેઓ વિધાનસભાની ચૂંટણી Assembly elections લડશે નહીં અને મુખ્યમંત્રી પણ ચૂંટાયેલા ધારાસભ્યમાંથી જ નક્કી થશે. શંકરસિંહ Shankarsinh ત્યારે સંસદ સભ્ય હતાં. તેના કારણે પહેલા જ ઝાટકે બાપુ BAPU ની ઈચ્છાઓ ઉપર મોદી MOdi એ પાણી ફેરવી નાખતા બાપુ Bapu વિધાનસભ્ય પણ થઈ શકે નહીં તેવી સ્થિતિ નિર્માણ થઈ.



બાપુ Bapu પણ ખેલાડી હતાં. તેમણે પણ એક રમત Game શરૂ કરી, તેમની યોજના લાંબી હતી. સંસદીય Parliamentary બોર્ડમાં ઉમેદવાર નક્કી કરવાની તૈયારી ચાલતી હતી ત્યારે બાપુ BAPU થોડા થોડા સમયે ઉભા થઈ બહાર જતા અને જેમને ટિકિટ આપવાનું નક્કી થયુ છે તેમને જઈ ફોન કરી કહેતા કે નરેન્દ્ર Narendra તારી ટિકિટ કાપવાનું કહેતો હતો, પણ મેં તારા જ નામનો આગ્રહ રાખ્યો હતો, તારી ટિકિટ ફાઈનલ છે ચિંતા કરતો નહીં. ત્યાર બાદ બાપુ Bapu નો માણસ પેલા ઉમેદવાર Candidate ને ત્યાં જઈ જરૂરી આર્થિક મદદ પણ કરી આવતો હતો.આમ બાપુ Bapu એ 60 કરતા વધુ ઉમેદવાર Candidate ને ચૂંટણી લડતા પહેલા પોતાની તરફ કરી લીધા હતાં.

- Advertisement -

ચૂંટણી Election થઈ અને સત્તા મળી, કેશુભાઈ મુખ્યમંત્રી Keshubhai CM હતા, પણ સત્તાનું સુકાન તો નરેન્દ્ર મોદી અને પ્રવિણ તોગડીયા Narendra Modi and Pravin Togadia પાસે હતું. આઈએએસ IAS અધિકારીઓ સાથે મોદી Modi અને આઈપીએસ IPS સાથે તોગડીયા Togadia જ તમામ વાત કરતા હતા. ભાજપના ધારાસભ્યો BJP MLAs જ્યારે કોઈ કામ અર્થે જતા ત્યારે નરેન્દ્ર મોદી Narendra Modi આવા કામ લઈ આવવા નહીં તેમ કહી કાઢી મુકતા હતા. આ સ્થિતિ બાપુ Bapu ની તરફ સરકી રહી હતી. કેશુભાઈ Keshubhai સરકાર સામે તીવ્ર રોષ અંદરથી વધી રહ્યો હતો, જેને બાપુ Bapu પવન ફૂંકી રહ્યા હતા. ત્યારે કેશુભાઈ પટેલ Keshubhai Patel નો અમેરીકા પ્રવાસ Travel to America નક્કી થયો. અમેરીકા America માં રહેતા ગુજરાતી Gujarati ઓ અને ભાજપી BJP ઓ ખુશ હતા. તેમનું આમંત્રણ હતું કે કેશુભાઈ Keshubhai અમેરીકા આવે અને કેશુભાઈ Keshubhai કાર્યકારી મુખ્યમંત્રી CM નો હવાલો અશોક ભટ્ટ Ashok Bhatt ને સોંપી અમેરીકાના પ્રવાસે ગયા હતા. Travel to America બાપુએ મોકો જોઈ બળવો પોકાર્યો અને ભાજપ BJP ના 48 ધારાસભ્યોને પહેલા પોતાના ગાંધીનગર પાસેના ગામ વાસણીયા લઈ ગયા અને ત્યાંથી અમદાવાદ એરપોર્ટ Ahmedabad Airport ઉપરથી સીધા મધ્યપ્રદેશના ખજુરાહો Madhya Pradesh Khajuraho લઈ ગયા. તેમની માગણી હતી કે કેશુભાઈ પટેલ Keshubhai Patel ને હટાવવામાં આવે.



આટલા વર્ષો બાદ ભાજપને સત્તા મળી હતી અને શિસ્તબધ્ધ ગણાતી ભાજપ BJP ની આબરૂના લીરા ઉડી ગયા હતાં. 1996માં હજી ભાજપ સરકારને માંડ 6 મહિના જ થયા હતા. પણ ભાજપ BJP માં આતંરિક બળવો થતાં કેશુભાઈ Keshubhai ને પોતાનો પ્રવાસ ટૂંકાવી ભારત India પાછા ફરવાની સુચના આપવામાં આવી, પણ ભાજપને ગયેલી આબરૂને કેવી રીતે બચાવી શકાય તેવો મુદ્દો ઉપસ્થિત થયો ત્યારે કરાંચીમાં બેઠેલા અબ્દુલ લતીફ Abdul Latif ને ભાજપ BJP ના એક નેતાનો ફોન આવ્યો અને તેમની વચ્ચે શુ નક્કી થયુ તેની કોઈને ખબર નથી. પણ ગુજરાત Gujarat ના એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડને જાણકારી મળી કે લતીફ Latif દિલ્હીના ચાંદનીચોક વિસ્તાર Chandnichok area માં આવ્યો છે અને એક ચોક્કસ નંબર ઉપરથી પોતાના ઘરે ફોન કરે છે. ત્યારે ગુજરાત પોલીસ Gujarat Police પાસે ફોન ટેપીગના એટલા સારા સાધનો પણ ન્હોતો એટલે પોલીસ Police અધિકારીઓ પોતે ટેલીફોન Telephone એક્સચેન્જમાં બેસી નક્કી કરેલા ફોનને હેડ ફોન લગાડી સાંભળતા હતા. ગુજરાત એટીએસ Gujarat ATS ના વડા તરીકે આઈપીએસ IPS અધિકારી કુલદીપ શર્મા Kuldeep Sharma હતાં. તેમણે ડીવાયએસપી એ. કે. જાડેજા DYSP A. K. Jadeja ને લતીફ Latif ના ફોન સાંભળવાની જવાબદારી સોંપી હતી.

(ક્રમશ:)



- Advertisement -

PART – 33 | લતીફ પાકિસ્તાનમા ડરી ગયો હતો, તેણે શરણે આવવા ત્યાર હતો પણ સરકારને તેની શરત મંજુર ન્હોતી

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular