Thursday, April 16, 2026
HomeGujaratલતીફ ને પકડવા માટે ATS અને ક્રાઇમ બ્રાન્ચમા હોડ લાગી હતી પણ...

લતીફ ને પકડવા માટે ATS અને ક્રાઇમ બ્રાન્ચમા હોડ લાગી હતી પણ શુ થયુ

- Advertisement -

લતીફ ભાગ-35 : એક તરફ રાજકિય ધમાસાણ ચાલી રહ્યું હતું ત્યારે જ ગુજરાત એટીએસ Gujarat ATS ને માહિતી મળી હતી કે લતીફ Latif દિલ્હી Delhi માં આવ્યો છે. લતીફ Latif દિલ્હી Delhi ના ચાંદનીચોક વિસ્તારમાં એક PCO પર ફોન કરવા આવે છે તેવી જાણકારી હતી. પરંતુ ખરેખર જે માણસ ફોન કરી રહ્યો છે તે લતીફ Latif જ છે તે હજી નક્કી ન્હોતું કારણ કે લતીફ Latif નો અવાજ કોણ ઓળખી શકે તેવો પણ પ્રશ્ન હતો. ગુજરાત પોલીસ Gujarat Police માં સબઈન્સપેક્ટર Subinspector તરીકે જોડાયેલા ત્યાર બાદ ડાયરેક્ટ ડી.વાય.એસ.પી. DYSP થયેલા એ. કે. જાડેજા A.K. Jadeja અગાઉ પણ દરિયાપુરમાં નોકરી કરી ચુક્યા હતાં. તેમજ ડી.સી.પી. ગીથા જોહરી D.C.P. Geetha Johri સાથે પણ પોપટીયાવાડ Popatiyawad માં ઓપરેશનમાં સામેલ હોવાને કારણે તેમણે લતીફ Latif નો અવાજ અનેક વખત સાંભળ્યો હતો. તેના કારણે ટેલીફોન એક્સચેન્જમાં તેમને લતીફ Latif ના ફોન સાંભળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જો કે લતીફ Latif નો કોઈ ફોન કરવાનો સમય નક્કી ન્હોતો તેના કારણે રાત દિવસ જોયા વગર પોલીસ અધિકારીઓ ટેલીફોન એકસચેન્જમાં બેસી રહેતા હતાં.



જેમ રાજકારણમાં જુથ હોય છે તેવી જ રીતે ગુજરાત પોલીસ Gujarat Police માં પણ અનેક જુથ હતાં. લતીફ Latif ના કેસમાં તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch અને ગુજરાત એટીએસ Gujarat ATS ની ટીમો અલગ અલગ કામ કરી રહી હતી. કોઈક કારણસર ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને પણ માહિતી મળી કે લતીફ Latif પાકિસ્તાનથી દિલ્હી પહોંચ્યો છે. એટલે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પણ કામે લાગી ગઈ. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના ડી.વાય.એસ.પી. બી. આર. પાટીલ DYSP B. R. Patil અનુભવી પોલીસ અધિકારી હતાં. સબઈન્સપેક્ટરથી બઢતી લઈ ડી.વાય.એસ.પી. DYSP સુધી પહોંચ્યા હતાં. તેમને જાણકારી મળી કે લતીફ Latif દિલ્હીમાં છે. આ માહિતી અંગે દિલ્હી જતા પહેલા તેમણે પોતાના સિનિયર અધિકારીઓનું ધ્યાન દોર્યુ અને તેઓ પણ દિલ્હી Delhi પહોંચી ગયા. લતીફ Latif નો મુદ્દો ખુબ સંવેદનશીલ હતો. માહિતી લીક થવાની પણ સંભવાના હતી. તેના કારણે ગુજરાત એટીએસ Gujarat ATS ના વડા ડી.આઈ.જી કુલદીપ શર્મા DIG Kuldeep Sharma ખુદ તેનું મોનિટરીંગ દિલ્હીમાં બેસી કરતા હતાં. દિલ્હીમાં તેમની સાથે ઈન્સપેક્ટર રામ ગઢીયા અને તેમનો સ્ટાફ હતો.

અકસ્માતે એવું બન્યું કે દિલ્હી પહોંચેલા ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના ડી.વાય.એસ.પી. બી. આર. પાટીલ DYSP B. R. Patil ગુજરાત ભવન Gujarat Bhavan પહોંચ્યા. જ્યા તેમનો ભેટો આઈપીએસ IPS ઓફિસર કુલદીપ શર્મા Kuldeep Sharma સાથે થઈ ગયો. શર્મા Sharma ની નજર પાટીલ Patil ઉપર પડતા તે ચોંકી ઉઠ્યા કારણ તેઓ પાટીલ Patil ની કાબેલીયત અને ઈન્ફરમેશન નેટવર્કથી માહિતગાર હતાં. જો કે શર્મા Sharma ને હજી ખબર ન્હોતી કે પાટીલ Patil અમદાવાદ Ahmedabad છોડી દિલ્હીમાં કેમ આવ્યા છે. પાટીલે Patil પણ શર્મા Sharma ને જોતા તરત સલામ કરી, કારણ શર્મા Sharma તેમના સિનિયર હતા. કુલદીપ શર્મા Kuldeep Sharma એ તરત પાટીલ Patil ને પુછ્યું પાટીલ કેમ દિલ્હી આવવાનું થયું? બી. આર. પાટીલ B. R. Patil પણ હજી સ્પષ્ટ ન્હોતા કે કુલદીપ શર્મા Kuldeep Sharma કેમ ગુજરાત ભવન Gujarat Bhavan માં છે. જો કે બંન્નેનાં મન કહી રહ્યાં હતા કે તેઓ લતીફ Latif માટે જ દિલ્હી Delhi આવ્યા છે. પણ પાટીલ Patil દિલ્હી આવવાનું કારણ આપી શકે તેમ ન્હોતો. પાટીલ Patil તરત સાવધાન થતાં જવાબ આપ્યો કે સર સુપ્રિમ કોર્ટ Superme Court માં એક મુદત હોવાને કારણે દિલ્હી આવ્યો છું. શર્મા Sharma માણસની નજર ફરે અને તેની વાત સમજી જાય તેવા અધિકારી હતાં. તેમને પાટીલ Patil ની વાતમાં તથ્ય લાગ્યું નહીં છતાં તેમણે ભલે કહી વાતનો અંત આણ્યો. પાટીલે Patil માની લીધુ કે કુલદીપ શર્મા Kuldeep Sharma તેમની વાત માની ગયા છે એટલે તે સલામ કરી પોતાની રૂમ તરફ આગળ વધ્યા તેની સાથે કુલદીપ શર્મા Kuldeep Sharma એ પાછા વળી તેમને બોલાવતા કહ્યુ પાટીલ Patil એક મિનીટ..



પાટીલ Patil પાછ ફર્યા. કુલદીપ શર્મા Kuldeep Sharma એ પાટીલની આંખમાં જોતા આદેશાત્મક ભાષામાં કહ્યુ અમારૂ ઓપરેશન બગાડતા નહીં, મને લાગે છે કે તમારે અમદાવાદ Ahmedabad પાછા ફરી જવુ જોઈએ. પાટીલ Patil ગંભીર થઈ ગયા, કુલદીપ શર્મા Kuldeep Sharma તેમના કરતા ઘણા સિનિયર અધિકારી હતાં. શર્મા Sharma એ લતીફ Latif ના નામનો ઉલ્લેખ કર્યા વગર આદેશાત્મક ભાષામાં જે કહ્યુ હતું તે ઘણુ હતું. પાટીલ Patil પાસે સર કહેવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો. અને પાટીલ Patil અમદાવાદ Ahmedabad આવવા માટે નિકળી ગયા, કારણ કે હજી તેમની પાસે લતીફ Latif ક્યા છે તેની ચોક્કસ માહિતી પણ ન્હોતી. બીજી તરફ કુલદીપ શર્મા Kuldeep Sharma સ્વભાવે શંકાશીલ અને તમામ વાતો ગુપ્ત રાખનાર અધિકારી હતાં. તેમને કાયમ પોતાની ટીમ ઉપર પણ શંકા રહેતી હતી તેના કારણે તેઓ દર અઠવાડીયે વિવિધ ટીપ ઉપર કામ કરતી ટીમને બદલી નાખતા હતાં. ત્યારે એ. કે. જાડેજા A.K.Jadeja એ કુલદીપ શર્મા Kuldeep Sharma ને જાણ કરી કે ચાંદનીચોકમાંથી દરિયાપુરમાં ફોન કરનાર લતીફ Latif જ છે.

- Advertisement -

આ માહિતીને આધારે તરત કુલદીપ શર્મા Kuldeep Sharma એ દિલ્હીમાં હાજર રાખેલી ટીમને ચાંદનીચોક રવાના કરી, પણ સૌથી મોટો પ્રશ્ન એવો હતો કે દિલ્હીમાં જે ટીમ હાજર હતી તેમણે ક્યારેય લતીફ Latif ને જોયો જ ન્હોતો, તો કઈ રીતે લતીફ Latif ને ઓળખી શકાય ? લતીફ Latif ફોન કરતો હતો ત્યાં પોલીસ ખાનગી કપડામાં ગોઠવાઈ ગઈ હતી. અને રાતના સુમારે ચાલીસી વટાવી ચુકેલો માણસ લુંગી પહેરી ફોન કરવા આવ્યો. પોલીસ Police ની PCO માં ફોન કરવા આવનાર તમામ ઉપર નજર હતી. આ માણસ એટલા માટે શંકાસ્પદ લાગ્યો હતો કે ફોન કરવા આવેલા આ માણસે બુથમાં દાખલ થતાં પહેલા ચારે તરફ નજર કરી બુથ અને પોતાની તરફ કોઈની નજર નથી તેની ખાતરી કર્યા બાદ બુથમાં પ્રવેશ કર્યો હતો. બહાર હાજર ટીમના અધિકારીઓ એકબીજા તરફ જોયું, બધાનું જ મન કહેતુ હતું કે આ જ લતીફ Latif હોવો જોઈએ. થોડી વાર પછી તે માણસ બહાર આવ્યો અને ચાલવા લાગ્યો હતો. તરત એટીએસ ATS ના ખાનગી કપડામાં રહેલા અધિકારીઓ પણ તેની આસપાસ ચાલવા લાગ્યા. એક પોલીસ અધિકારી Police એ કહ્યુ લતીફ Latif , પણ પેલા માણસે તેમની સામે જોયુ પણ નહીં અને કંઈ જવાબ પણ આપ્યો નહી ત્યારે પોલીસ Police અધિકારીઓને લાગ્યુ કે ક્યાંક તેમની ભુલ થઈ ગઈ છે.



આમ છતાં બીજા અધિકારીએ તરત કહ્યુ ભાઈ સાબ હમ આપસે બાત કરતે હે, એટલે પેલા માણસે કહ્યુ આપ મુજે કુછ કહ રહે હે ? બસ તેણે આટલો જ જવાબ આપતા તરત પોલીસ અધિકારીઓ Police Officer એ તેને ઘેરી લીધો અને તેને ઝડપી લીધો હતો. પહેલા તો પેલા માણસે આનાકાની કરી, પણ અધિકારીઓએ કરાડી નજરે કહ્યુ દેખો લતીફ Latif ચાલાકી કી તો ગોલી માર દેંગે, લતીફ Latif શાંત થઈ ગયો. ચાંદની ચોક સંવેદનશીલ વિસ્તાર હોવાને કારણે મામલો બગડી શકે તેમ પણ હતો પણ પોલીસ Police તરત લતીફ Latif ને પકડી ત્યાંથી નિકળી ગઈ.

આટલા વર્ષોથી ગુજરાત પોલીસ Gujarat Police ને હંફાવનાર લતીફ Latif પકડાઈ ગયો તેની પાછળનું તેનો એક સોનાનો દાંત હતો. તેણે પોતાની ઓળખ છુપાવવા માટે તેણે પોતાની મુછો કાઢી નાખી હતી, પણ દિલ્હી Delhi પહોંચેલી એટીએસ ATS ટીમ પાસે એક ટીપ હતી કે તેણે દાંતની સારવાર કરાવી ત્યારે આગળના એક દાંત ઉપર સોનાની કેપ ચઢાવેલી છે. એટલે જ જેવો તે બોલ્યો તેની સાથે તેના દાંત દેખાયા અને સોનાની કેપવાળો દાંત જોતા જ પોલીસે તે લતીફ Latif હોવાની ખાતરી કરી તેને દિલ્હીથી ઉપાડી લીધો હતો.

(ક્રમશ:)

- Advertisement -



PART – 34 | શંકરસિહે બળવો કરતા ભાજપની આબરુ લિલામ થઈ,પણ લતીફ ભાજપ માટે સંજીવની બન્યો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular