Friday, May 1, 2026
HomeGeneralપંચમહાલ: છઠ્ઠી પાવાગઢ પરિક્રમા યાત્રાનો હજારો માઈભક્તો, સાધુસંતોની હાજરીમાં પ્રારંભ..

પંચમહાલ: છઠ્ઠી પાવાગઢ પરિક્રમા યાત્રાનો હજારો માઈભક્તો, સાધુસંતોની હાજરીમાં પ્રારંભ..

- Advertisement -

નવજીવન.પંચમહાલ: પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છઠ્ઠી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે. પાવાગઢ તળેટીમાં આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી સાધુ સંતોની હાજરીમાં પ્રસ્થાન કરાવામાં આવી હતી. ગુજરાતભરમાંથી આવેલા એક હજારથી વધુ પદયાત્રીઓએ આ પરિક્રમામાં જોડાયા હતા. પાવાગઢ પર્વત ફરતે થતી 44 કિલોમીટરની પરિક્રમા થાય છે. પાવાગઢ પરિક્રમા સમિતિ તરફથી આયોજન કરવામાં આવે છે.

- Advertisement -



હિન્દુધર્મમાં નદીઓ, પર્વતોની પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે. ગુજરાતમાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી નર્મદા નદીની પરિક્રમા કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરનાર પર્વતની ફરતે લીલી પરિક્રમા કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને 52 શક્તિપીઠ પૈકીની એક પાવાગઢ શક્તિપીઠ આવેલી છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં આ પાવાગઢ પર્વત ફરતે પરિક્રમા કરવામાં આવતી હતી. અતિ પ્રાચીન એવી પવિત્ર પાવાગઢ પરિક્રમા જેનું વેદોમાં અને પુરાણોમાં અતિ મહત્વ છે. વિદેશી આક્રમણો વચ્ચે આ પરિક્રમાની વિલુપ્ત થઈ ગઈ હતી. પાવાગઢ પરિક્રમા સમિતી દ્વારા આ પાછલા પાચ વર્ષથી આ પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે આવેલા વાઘેશ્વરી માતાના મંદિરથી હજારો સાધુ-સંતોની ઉપસ્થિતિમાં પાવાગઢ પરિક્રમાને વહેલી સવારે લીલી ઝંડી આપવામાં આવી હતી. મહાકાળી માતા ના જય ઘોષ સાથે પાવાગઢ પરિક્રમા નીકળી હતી. પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા આયોજિત આ પરિક્રમામાં રજીસ્ટ્રેશન થયેલા એક હજારથી વધુ માઇભકતો જોડાયા હતા. બે દિવસ ચાલનારી આ પાવાગઢ પરિક્રમા ટપલાવાવ હનુમાનજી, કોટકાળી મંદિર, સિધ્ધનાથ મહાદેવ, તાજપુરા આશ્રમ, ધાબાડુંગરી, ખુણીયા મહાદેવ, સહિતના ધાર્મિક સ્થળો થઈને વાઘેશ્વરી માતાજીના મંદિરે સંપન્ન થશે. પરિક્રમાનો પ્રથમ પડાવ તાજપુરા નારાયણ ધામ ખાતે હશે. કોરોનાની મહામારી ને ધ્યાનમાં રાખીને આ પરિક્રમામાં આ વખતે પદયાત્રીઓ માસ્ક નજર પડ્યા હતા. સાધુ-સંતો જણાવ્યું હતું કે ભારત વર્ષની હિન્દુ ધર્મની સૌથી મોટી શક્તિપીઠ મહાકાળી માની પરિક્રમાનો ક્રમ વિસરાયો હતો. આ પાવાગઢ પરિક્રમાનો હેતુ હિન્દુ ધર્મના મૂલ્યો જાગ્રત થાય હિન્દુઓ પવિત્ર જીવન તરફ વળે અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત કરે તે છે. આ પરિક્રમામાં ગુજરાતભર માંથી ભકતો આવીને જોડાયા હતા.

- Advertisement -



- Advertisement -

(Story by Vijaysinh, Panchmahal)



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular