નવજીવન ન્યૂઝ. નવીદિલ્હી: ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 બેઠકો માટેની મતગણતરી શનિવારે વહેલી સવારે પૂર્ણ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ભાજપને ત્રણ, શિવસેના, કોંગ્રેસ અને એનસીપીને એક બેઠક મળી છે. હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે જ્યાં વરિષ્ઠ નેતા અજય માકનને હારનો સામનો કરવો પડ્યો છે. હરિયાણામાં ભાજપના કૃષ્ણલાલ પંવાર અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા જીત્યા છે. રાજસ્થાનની વાત કરીએ તો અહીં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી હતી જ્યારે ભાજપને એક બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.
મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને જંગી જીત મળી છે. અહીં ભાજપને ત્રણ સીટ મળી છે, જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીએ અનુક્રમે એક સીટ જીતી છે. ભાજપના ઉમેદવાર પિયુષ ગોયલને 48 મત મળ્યા હતા. આ સિવાય ભાજપના ઉમેદવાર અનિલ બોંડે 48 મતોથી જીત્યા હતા. જ્યારે ભાજપના ધનંજય મહાડિકનો 41.58 મતોથી વિજય થયો હતો. હવે શિવસેનાની વાત કરીએ તો સંજય રાઉત 41 મતોથી જીત્યા છે. કોંગ્રેસમાંથી ઈમરાન પ્રતાપગઢી 44 મત મેળવીને જીત્યા. એનસીપીના પ્રફુલ પટેલને 43 મત મળ્યા અને તેઓ પણ જીતવામાં સફળ રહ્યા છે.
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ત્રણેય ઉમેદવારો પ્રમોદ તિવારી, રણદીપ સુરજેવાલા અને મુકુલ વાસનિક રાજસ્થાનમાંથી વિજયી થયા હતા. જ્યારે ભાજપના ભૂતપૂર્વ પ્રધાન ઘનશ્યામ તિવારી જ ઉપલા ગૃહમાં પહોંચી શક્યા હતા. રાજસ્થાનથી ભાજપે ચૂંટણી હારી ગયેલા અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રાને સમર્થન આપ્યું હતું.રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રમોદ તિવારીની તરફેણમાં ક્રોસ વોટિંગ કરવા બદલ રાજસ્થાન ભાજપે ધારાસભ્ય શોભરાણી કુશવાહાને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. તેમણે 7 દિવસમાં ખુલાસો કરવો પડશે કે તેમણે વ્હીપની વિરુદ્ધમાં શા માટે મતદાન કર્યું.
કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકો પર મતદાન થયું. અહીં ભાજપને ત્રણ અને કોંગ્રેસને એક બેઠક મળી છે. એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસને એક પણ સીટ મળી નથી. ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ, દક્ષિણના પ્રખ્યાત અભિનેતા જગેશ અને લહર સિંહ સિરોયા જીત્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે કોંગ્રેસમાંથી જીત મેળવી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











