Friday, May 1, 2026
HomeGeneralPM મોદી: મારી સામે આજે યુવાનોના જોશનો સાગર, મોદી...મોદી...નારાથી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ

PM મોદી: મારી સામે આજે યુવાનોના જોશનો સાગર, મોદી…મોદી…નારાથી ગુંજી ઉઠ્યું સ્ટેડિયમ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાત પ્રવશે આવેલા PM મોદીનો બે દિવસમાં આજે ત્રીજો રોડ શો યોજાયો હતો. સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન પહેલા ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધીનો ત્રીજો રોડ શો યોજાયો હતો. બીજી બાજુ સ્ટેડિયમમાં કીડિઓ ઉભરાઇ હોય તેવા દ્રશ્ય સર્જાયા હતા. લોકોને જગ્યા ન મળતા પાછા ફરતા પણ જોવા મળ્યા હતા.




PM નરેન્દ્ર મોદી સરદાર પટેલ સ્ટેડિયમ પહોંચી રિમોટ દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કર્યું હતું. ખેલ મહાકુંભ કાર્યક્રમને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ તથા ધારાસભ્યો અને મંત્રીઓ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં સ્ટેડિયમ પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે અનેક કાર્યકર્તાઓ સ્ટેડિયમમાં જગ્યાના અભાવે પાછા ફર્યા હતા. તો કેટલાક કાર્યકરો PM મોદીની ઝલક માળવા બપોરના ભર તડકામાં PMના પસાર થવાના રસ્તે ઉભા હતા.

સ્ટેડિયમમાં PM મોદી આવી પહોંચતા બાહુબલી મૂવીના ગીતથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ સ્ટેડિયમ મોદી…મોદીના નારાથી ગુંજી ઉઠ્યું હતું. PM મોદીએ સંબોધન આપતા કહ્યું હતું કે, મારી સામે આ યુવા જોશનો સાગર, આ ઉંમગ ઉત્સાહની લહેરો, આ સ્પષ્ટ જણાવે છે કે ગુજરાતનો યુવાન, તમે બધા, આકાશને સ્પર્શવા માટે તૈયાર છો. આ માત્ર રમતનો મહાકુંભ નથી પરંતુ ગુજરાતની યુવા શક્તિનો પણ મહાકુંભ છે. આ બીજને આજે હું આટલા વિશાળ વટવૃક્ષનો આકાર લેતા જોઈ રહ્યો છું.




સ્ટેડિમમાં 33 જિલ્લામાંથી આવેલી વિવિધ ટીમો PM મોદી સામે પ્રદર્શન કર્યું હતું. રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાંથી સ્કૂલના વિધાર્થીઓને 1 વાગ્યાથી જ સ્ટેડિયમમાં બેસાડી દેવામાં આવ્યા હતા. ખેલ મહાકુંભ 2022ના કાર્યક્રમ માટે અંદાજિત 1000થી વધુ એસ.ટી બસોમાં વિધાર્થીઓને લાવવામાં આવ્યા હતા. રિવરફ્રન્ટ હાઉસથી લઈને ગાંધીબ્રિજ સુધીનું મેદાન બસ સ્ટેન્ડમાં ફેરવાઇ ગયું હતું.




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular