નવજીવન ન્યૂઝ. અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતના પ્રવાશે આવ્યા છે. પાંચ રાજયોના વિધાનસભાની ચૂંચણીના પરિણામ આવી ગયા બાદ હવે પ્રધાનમંત્રીનો આ ગુજરાત પ્રવાસ આગામી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનો આરંભ છે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ ગુજરાતમાં આવીને ત્રણ રોડ શો કરીને લોકોની વચ્ચે જવાનો પ્રયત્ન કર્યો હતો. આ રોડ શો દરમિયાન તેમને યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ એક હાસ્યાસ્પદ ઘટના પણ પીએમના રોડ શો દરમિયાન ઘટી હતી.
આજે સવારે જ્યારે પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના લોકાર્પણ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા તે દરમિયાન ગાંધીનગરના દેહગામમાં પીએમ માટે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સમર્થકો પીએમ નરેન્દ્ર મોદીને જોવા માટે અને અભિવાદન કરવા માટે ઉમટી પડ્યા હતા. આ રોડ શો દરમિયાન પીએમના કાફલાની આગળથી એક ગાય ભાગીને પસાર થઈ હતી. પીએમનો કાફલો જે રસ્તા પરથી નીકળવાનો હોય તે રસ્તાને અડધો કલાક પહેલાથી માણસો માટે પણ બંધ કરી દેવામાં આવે છે તેવામાં એક ગાય પીએમના કાફલાની સામેથી ચાલુ રોડ શો દરમિયાન રસ્તા પરથી પસાર થઈ ગઈ હતી.
આ સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે પીએમનો કાફલો પસાર થઈ રહ્યો છે. રસ્તાની આજુ બાજુ એસપીજીના કામાન્ડો ગોઠવાયેલા છે, જે પ્રધાનમંત્રીની સુરક્ષાનું ધ્યાન રાખે છે. રસ્તાની બંને બાજુએ બેરીકેટની બીજી તરફ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ છે. લોકો ‘હર હર મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવી રહ્યા છે એવામાં પીએમની કારની બાજુ માંથી જ એક ગાય પસાર થાય છે.
PMનો કાફલો રોડ શો માટે નીકળ્યો હતો, કાફલા સાથે ગાય પણ જોડાઈ ગઈ, જુઓ VIDEO#ViralVideo #Ahmedabad #NarendraModi #cow pic.twitter.com/ZvtOfvKIry
— Navajivan News (@NavajivanNews) March 12, 2022
પીએમને અભિવાદન કરવા પહોંચેલા સમર્થકો માંથી એક દ્વારા આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરી લેવામાં આવ્યો હતો જે સોશિયલ મીડિયમાં વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ કદાચ પ્રધાનસેવકને અમદાવાદમા રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા અંગે વિચાર કરવાની જરૂર લાગશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.