Friday, December 1, 2023
HomeGujaratVadodaraવડોદરાઃ દિવાળીમાં ગીફ્ટ, ડ્રાયફ્રુટ, મેકઅપ બોક્ષને દોઢ લાખ રૂપિયા લેવા જતાં ACB...

વડોદરાઃ દિવાળીમાં ગીફ્ટ, ડ્રાયફ્રુટ, મેકઅપ બોક્ષને દોઢ લાખ રૂપિયા લેવા જતાં ACB ત્રાટકી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ Vadodara ACB Trap : છાશવારે લાંચીયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ખિસ્સુ ગરમ કરવા જતાં ACBની ટ્રેપમાં આવી જતાં હોય છે. પરંતું દિવાળીના તહેવારોમાં ACB આવા અધિકારીઓ પર ચાંપતી નજર રાખતા હોય છે. તેવામાં લાંચીયા અધિકારીઓ પણ ડિમાન્ડો કરીને લાંચ સ્વીકારતા હોય છે. ત્યારે વડોદરમાં (Vadodara) ગઈકાલે વડોદરા મહાનગર સેવાસદનનો વર્ગ 3નો કર્મી ડ્રાયફ્રુટ, મીઠાઇ, મેકઅપ બોક્ષ સહિત દોઢ લાખ રૂપિયાની લાંચ (Bribe) લઈને દિવાળી સુધારવા જતાં ACBએ ખેલ ઊધો પાડી દીધો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરામાં રહેતા ફરિયાદી વકીલાતનો વ્યવસાય કરે છે અને તેમની રહેણાકની નજીક સાઈડ્રીમ નામનું એપાર્ટમેન્ટ બની રહ્યુ હતું. જે સાઈડ્રીમનું બાંધકામ બંધ કરાવવા માટે વડોદરા મહાનગર પોલીકાના બાંધકામ શાખામાં રજુઆતો કરી હતી. ત્યારબાદ બાંધકામ શાખાએ મનાઈ હુકમ આપ્યો હતો. તેમ છતાં વગ વાપરીને સાઈડ્રીમ એપાર્ટમેન્ટ ઊભો કર્યો હતો. જેથી સાઈડ્રીમને સીલ કરવા માટે ફરિયાદીએ વડોદરા મહાનગર પાલિકાના કમિશનર, બાંધકામ શાખાના ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર અને ડેપ્યુટી ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસરને રજુઆત કરી હતી.

- Advertisement -

ફરિયાદીની રજુઆતો બાદ મ્યુનિશીપલ કમિશરે વિજ કનેકશન બંઘ કરવા માટે MGVCL માંડવી સબ ડિવીઝન વડોદરાને હુકમ કર્યો હતો. પરંતું બાંધકામ શાખાના ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસર જીતેશ ત્રિવેદીએ આ વિજ કનેક્શન બંધ કરાવવાની ના પાડી હતી, સાથે જ જીતેશ ત્રિવેદીએ ફરિયાદીને જણાવ્યું હતું કે વ્યવહાર સજતા નથી. જો વ્યવહાર નહીં સમજો તો સાઈડ્રીમ એપાર્ટમેન્ટને શીલ કરી નાખીશુ. વ્યવાહાર અંગે ફરિયાદીએ પુછતા જીતેશ ત્રિવેદીએ બે લાખ રૂપિયાનું પેકેજ આપવાની વાત કરી હતી. જોકે ફરિયાદીએ આટલી મોટી રકમની વ્યવસ્થા નહીં થાય તેમ જણાવતા. જીતેશએ તેના PAને બોલાવીને દિવાળી પહેલા દોઢ લાખ રોકડા મારા PA યોગેશને આપી દેજો અને મારા માટે મીઠાઈ, ડ્રાયફ્રુટ, પરફ્યુમ અને મારા માણસો માટે દિવાળીને મીઠાઈ લેતા આવજો. સાથે PA યોગેશએ એક કાગળ પર લખી આપ્યું હતું કયા કયા પ્રકારના અને કોના માટે મીઠાઈ, ડ્રાયફ્રુટ, પરફ્યુમ લાવવાના છે.

ફરિયાદી લાંચની રકમ આપવા માગતો ન હોવાથી સમગ્ર બાબતની જાણ ACBને કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે વલ્લભ રેસીડેન્સી કિશનવાડી વડોદરા ખાતે આવેલ ઓફીસમાં ACBના ટ્રેપ કરનાર અધિકારી પોલીસ ઇન્સ્પેકટર એમ. કે. સ્વામીએ લાંચનું છટકું ગોઠવ્યુ હતું. આ દરમિયાન PA યોગેશ પરમારે લાંચના રૂપિયા અને મિઠાઈ લેવા આવ્યો નહતો. જેથી લાંચનું છટકું સમેટી લેવામાં આવ્યું હતું. બીજા દિવસે PA લાંચ લેવા આવવાનું જણાવતા બીજા દિવસે ACB દ્વારા ફરિવાર તે જ સ્થળ પર લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન PA દોઢ લાખ રૂપિયા અને ડ્રાયફ્રુટ, પરફ્યુમ, મેકઅપ વગેરે સ્વીકારતા સ્થળ પર ઝડપાઈ ગયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular