નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદમાં જગન્નાથ મંદિરથી અમદાવાદની પરિક્રમા માટે નીકળતી રથયાત્રા છેલ્લા 2 વર્ષથી મહામારીના કારણે ભક્તોની હાજરી વગર કાઢવામાં આવતી હતી. જ્યારે હવે આ વર્ષે મહામારીનો અસર નહિવત હોવાને કારણે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે આ વર્ષે આગામી 1 જુલાઈએ પોતાના નિર્ધારિત રૂટ ઉપર ભક્તોની હાજરીમાં રથયાત્રા કાઢવામાં આવશે. જેના ભાગ રૂપે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તેની તકેદારી રૂપે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ગઈ કાલે કોમ્બીંગ કરવામાં આવ્યું હતું.
આ વર્ષે 1 જુલાઈએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નિર્ધારિત રૂટ ઉપર નીકળશે, 2 વર્ષ બાદ આ રથયાત્રામાં ભક્તોને દર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે જેના કારણે એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રાના દર્શન કરવા માટે આવી શકે છે. આ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે, આ પૂર્વે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટના તમામ સ્થળોએ કોમ્બીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. ગઈ કાલે શનિવારે રાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની લઈને અમદાવાદ શહેરના તમામ પીઆઇ આ કોમ્બીંગમાં હાજર રહ્યા હતા.
ઉલ્લેનીય છે કે થોડા સમય અગાઉ રામનવમીની શોભાયાત્રા ડેમિયન ગુજરાતના કેટલાક સ્થળોએ હિંસાના દૃશ્યો સર્જાયા હતા, રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થયા હોય તેવા સમયે જો કોઈ અનિચ્છનિય ઘટના ન બને અને કોઈ જૂથ અથડામણ ન થાય તે માટે પોલીસ દ્વારા પહેલેથી જ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ગઈ કાલે પોલીસ દ્વારા કરવામાં આવેલા કોમ્બીંગમાં અમદાવાદ પોલીસ કમિશનર, જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, તમામ પીઆઇ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ હાજર રહ્યા હતા, જ્યારે લોકલ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પોતાના વિસ્તારમાં બનતા ગુના અને ગુનેગારો અંગે અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











