Tuesday, July 28, 2026
HomeGeneralઅંબાજી મંદિરની બહાર વેપારીઓ અને યાત્રાળુ વચ્ચે ઉગ્ર બોલાચાલી, જાણો શું છે...

અંબાજી મંદિરની બહાર વેપારીઓ અને યાત્રાળુ વચ્ચે ઉગ્ર બોલાચાલી, જાણો શું છે સમગ્ર મામલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અંબાજી: બનાસકાંઠા જિલ્લામાં આવેલું અંબાજી તીર્થસ્થાન શ્રદ્ધાળુઓમાં એક અનેરું સ્થાન ધરાવે છે. માતાજીના ભક્તો હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને માતાજીના દર્શન કરવા માટે અંબાજી મંદિર આવતા હોય છે, પરંતુ મંદિરની બહાર કેટલાક વેપારીઓ આ શ્રદ્ધાળુઓને લુંટવાનો ગોરખધંધો ચલાવી રહ્યા છે તેવા કિસ્સા અવાર નવાર સામે આવતા રહે છે. ગઈ કાલે અમદાવાદના એક વ્યક્તિને પણ અંબાજી મંદિર બહાર વેપારીનો આવો જ એક અનુભવ થયો હતો. વેપારી મંદિરના પ્રસાદ અને પુજાપાના સમાન માટે ત્રણ ગણા ભાવ માગતો હતો અને ન આપતા મારી નાખવાની ધમકી આપી હતી.


અમદાવાદના ગોપાલ પટેલ અને તેમના મિત્રો દર્શન કરવા માટે અંબાજી તીર્થસ્થાન પહોંચ્યા હતા. જ્યાં તેમણે મંદિરમાં દર્શન કરવા જતા પહેલા તેમણે મંદિરની બહાર એક વેપારી પાસે બે નંગ 251 રૂપિયાના ભાવના પ્રસાદ અને પુજાપાનો સમાન ખરીદ્યો હતો, આમ તેમને વેપારીને 502 રૂપિયા આપવાના હતા. મંદિર બંધ થવાનો સમય હોવાને કારણે વેપારીએ ગોપાલ પટેલ અને તેમના મિત્રોને કહ્યું કે મંદિર બંધ થાય તે પહેલાં દર્શન કરી લો પૈસા પછી આપજો. ત્યાર બાદ ત્યારે ગોપાલ અને તેમના મિત્રો દર્શન કરીને બહાર આવ્યા ત્યારે વેપારીએ તેમની પાસે 1360 રૂપિયાની માગ કરી કરી હતી.

- Advertisement -

જ્યારે ગોપાલ અને તેમના મિત્રોએ આ પૈસા ચૂકવવાની ના પાડી ત્યારે વેપારી અને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે વાત વધી ગઈ ત્યારે વેપારીએ આસપાસના વેપારીઓને બોલાવી લીધા હતા અને ગોપાલભાઈને ધમકી આપી હતી કે જો પ્રસાદના 1360 રૂપિયા નહિ ચૂકવે તો જાનથી મારી નાખશે. પોતાની સલામતી માટે યાત્રીઓને પૈસાની ચૂકવણી કરીને ત્યાંથી નીકળી ગયા હતા.

ત્યાર બાદ તેમને ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો અને અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આવો એક અંહી પણ અનેક કિસ્સા બનતા હોય છે. માત્ર અંબાજી જ નહિ, લગભગ બધાજ તીર્થસ્થાનોમાં આ જ સ્થિતિ છે. આ અંગે તંત્ર અને સરકારે કઈક વિચારવું જોઈએ અને આ નગે કોઈ નિયમો બનાવવા જોઈએ. મંદિર આસ્થાનું કેન્દ્ર છે વેપારનું નહિ.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular