નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ઝારખંડના નાનકડા ગામમાં રહેતી બાળકી રખડતી ભટકતી 2012માં અમદાવાદ આવી ગઈ પણ તે કઈ રીતે આવી કોઈ જાણતું ન હતું. બાળકી બાપુનગર વિસ્તારમાં આવી અને પોલીસે તેંના માતા પિતાને શોધવા પ્રયાસ કર્યા પણ બળકી કઈ ભાષા જાણતી ન હતી અને કોઈ તેની ભસા સમજી શક્તિ ન હતી જેથી પોલીસને બાળકીના માતા-પિતા કોણ છે અને ક્યાના રહેવાસી છે તે જાણવું ખૂબ અઘરું બની ગયું હતું.
આ બાળકીને આખરે અમદાવાદના મહિપત રામ રૂપરામ આશ્રમમાં રખવાનું નક્કી કરવામાં આવ્યું. જ્યાં તેની માનસિક સારવાર કરાવવાની શરૂઆત કરી હતી. 10 વર્ષ સુધી બાળકીનું કાઉન્સીલિંગ કર્યું. અચાનક એક દિવસએ બોલી કે મારા ગામમાં એક મંદિર છે નજીક તળાવ છે અને બિહાર થઈને મારા ઘરે જવાય છે બસ આટલી વાત કહેતા પોલીસ અને મહિપ રામ આશ્રમના કર્મી આવા લોકેશનના ગામ શોધવા લાગ્યા.

બાળકીએ જે પ્રકારની જગ્યા કહી હતી તેવા અનેક ગામોમાં હોવાના કારણે પોલીસ માટે પણ એક મોટી ચેલેન્જ હતી. પરંતુ પોલીસની મહેનત આખરે રંગ લાવી ઝારખડનું એક ગામ પોલીસને મળ્યું જ્યાં આ બાળકી માતા-પિતા રહેતા હતા. પોલીસે બાળકીનું ગામ અને તેનું ઘર તો શોધી કાઢ્યું તેમ છતાં માતા-પિતાને તેમની બાળકીનો ચહેરો બતાવી શકયા નહીં. કારણ કે તેઓ હવે હયાત નથી. હવે આ બાળકીનું શું કરવું કોને સોંપવી પોલીસ માટે બીજી ચેલેન્જ ઊભી થઈ હતી. પોલીસે આ બાળકીની બહેનનો સંપર્ક કર્યો અને તેને સમગ્ર ઘટનાની જાણ કરી.
બાપુનગર વિસ્તારમાં દસ વર્ષ પહેલાં એક બાળકી રમતી રમતી આ વિસ્તારમાં આવી ચઢી હતી. પોલીસ આ બાળકીને પોલીસ સ્ટેશન લઇને આવી હતી. બાળકીને ખાવું-પીવું તમામ વ્યવસ્થા કરી આપી હતી. તે સમયે 12 વર્ષની બાળકી ખોટા માણસોના હાથમાં ન જતી રહે તે માટે તે સમયના ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા અમદાવાદના મહિપતરામ આશ્રમનો સંપર્ક કરીને બાળકીને ત્યાં મૂકવા માટે પ્રયાસ શરૂ કર્યા હતા.
બાળકીને મહિપતરામ આશ્રમમાં લઇ જવામાં આવી ત્યારે સામે આવ્યું કે બાળકીને માનસિક બીમારી પણ છે. દસ-બાર વર્ષની બાળકી 10 વર્ષ સુધી અલગ અલગ સારવાર લીધી અને હવે આ બાળકી યુવતી બની ગઈ છે. ત્યારે એક દિવસ કાઉન્સિલર સામે યુવતી તૂટીફૂટી ભાષામાં પોતાના ગામનું વર્ણન કર્યું. જેના આધારે આશ્રમ અને કાગડાપીઠ પોલીસ સ્ટેશનની ટીમ તેવા ગામની શોધ કરવા લાગી અને આખરે ઝારખંડનાએ ગામની ભાળ પોલીસને મળી ગઈ. અમદાવાદ પોલીસ અને આશ્રમના સ્ટાફ 10 વર્ષ બાદ બાળકીને ઝારખંડ મુકવા જશે.

ગુજરાત પોલીસ અને એનજીઓએ ભેગા મળીને સ્થાનિક ગામમાં સંપર્ક કરતાં જાણવા મળ્યું કે 12 વર્ષ પહેલાં આ બાળકી ગામમાંથી નીકળી ગઈ હતી પરિવાર ખૂબ ગરીબ હતો બાળકીને શોધી શકે તેમ ન હતો કોઈએ પોલીસને જાણ પણ ન કરી તે સમયે બાળકી ગમેતેમ ગુજરાત આવી ગઈ હતી. બાળકી જે સમયે ઘરેથી નીકળી ત્યારે સમયે તેના માતા-પિતા જીવિત હતા પરંતુ હવે માતા-પિતા નથી રહ્યા. બાળકી પોતાની જૂની યાદોનું માત્ર થોડુંક જ સંભારણું છે પણ તે હવે 12 વર્ષ બાદ પોતાના પરિવારના સભ્યોને મળશે જેનો શ્રેય કાગડાપીઠ પોલીસ અને મહિપતરામ આશ્રમના સીરે જાય છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












