Monday, June 22, 2026
HomeGujarat'મમ્મી, આવું છું' કહીને નીકળેલા અમદાવાદના કોન્સ્ટેબલ જીવીત ઘરે ન આવ્યા

‘મમ્મી, આવું છું’ કહીને નીકળેલા અમદાવાદના કોન્સ્ટેબલ જીવીત ઘરે ન આવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ માતાના કાને પડેલા શબ્દો મમ્મી ગરમ પાણી મુક હું આવું જ છું આવીને નહાઈ લઉં છું, માતાને શું ખબર હતી કે પોતાના વ્હાલાના મોંઢે નીકળેલા આ શબ્દો તે હવે છેલ્લીવાર સાંભળી રહી છે. અમદાવાદની ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતા યુવાનનું મૃત્યુ થયું છે જે ઘટના પરિવાર માટે વજ્રઘાત સમાન બની છે. યુવાન કોન્સ્ટેબલ મિત્રના બુલેટ પર જઈ રહ્યો હતો ત્યારે ડમ્પર સાથેના અકસ્માતમાં તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.



- Advertisement -

હરિયાણાથી આરોપીને લઈને આવેલા ભાવનગરના ચાર પોલીસ કર્મચારીઓના જયપુર હાઈવે રોડ પર અકસ્માત થયો તે પછી નરોડા પાસેના રિંગરોડ પર પણ એક પોલીસ કોન્સ્ટેબલ અકસ્માતમાં જીવ ગુમાવતા પરિવાર ગમગીન થયો. ત્યારે વધુ એક પોલીસ કર્મચારી વાહન અકસ્માતમાં મૃત્યુ પામવાની ઘટનાએ ચોંકાવી દીધા છે. સતત બની રહેલા આ બનાવો વચ્ચે અમદાવાદના એક કોન્સ્ટેબલનું અકસ્માતમાં મોત થયું છે. કોન્સ્ટેબલ રોહનસિંહ ઉદેસિંહ રાઠોડ બુલેટનો શોખ ધરાવતા હતા પોતે પણ એક બુલેટ વસાવ્યું હતું. તે કમળાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ હતા ત્યારે બુલેટની બેટરી પુરી થઈ જતાં તે ચાલુ થયું નહીં તેથી તે રિક્ષામાં જતા હતા. દરમિયાનમાં હોસ્પિટલમાં રિપોર્ટ લેવા જવાનું થતા માતાને પાણી ગરમ કરી રાખવા કહ્યું અને પોતે આવે છે પછી તેવું કહી તે રિક્ષામાં જવા નીકળ્યા પણ ત્યારે તેમની નજર મિત્રના બુલેટ પર પડી અને તે રિક્ષામાંથી ઉતરી ગયા અને એસપી રિંગરોડ પર બુલેટ પર સવાર થઈ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતની આ ઘટના બની હતી. જેમાં એક ડમ્પર ચાલકે તેમને ટક્કર મારતા તેઓ બુલેટ પરથી નીચે પછડાયા હતા. જોકે માતેલા સાંઢની જેમ આવતું આ ડમ્પર છત્તાં અટક્યું નહીં અને તેમના પર ફરી વળ્યું અને તેમનું ત્યાં જ મોત નિપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સાત વર્ષ પહેલા રોહનસિંહના પુત્રનું પણ મોત થયું હતું અને હમણાં જ દસ દિવસ પહેલા તેમના સાસુનું પણ મૃત્યુ નિપજ્યું હતું. પરિવાર હજુ શોકમાં જ હતો. રોહનસિંહને થોડા દિવસો પહેલા કમળો થયો હતો જેમાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન તબીયત સુધરતા તેમને રજા આપવામાં આવી હતી. અઠવાડિયા સુધી ઘરે આરામ કર્યો અને હોસ્પિટલમાં રિપોર્ટ લેવા ગયા હતા. આ વખતે તેમનું અકસ્માતમાં મોત નિપજ્યું હતું.



- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular